તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:મહારાષ્ટ્ર માંથી ગુજરાતમાં મોટાપાયે ઈંગ્લીશદારૂ સપ્લાય કરનાર કુખ્યાત બુટલેગર ગોરખ ઉર્ફે પીન્ટુ ભીમરાવ ગડરીને ઝડપી પાડવામાં ઓપરેશન ગૃપને ભારે સફળતા મળી છે.બાજીપુરા-બારડોલી વચ્ચે આવેલ વે-વેઇટ હોટલ પરથી બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યો છે.સમગ્ર મામલે રેંજ આઈજીના સુપરવિઝનમાં સફળ કામગીરી કરવામાં આવી છે.આ મામલે પ્રમાણિક અધિકારીઓની નિગરાની હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર રેંજ આજી એસ.પી.રાજકુમાર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સુરત સહિતના જિલ્લાઓમાં ગેરકાયદેસર રીતે ઈંગ્લીશ દારૂ સપ્લાય કરતા બુટલેગર ગોરખ ઉર્ફે પીન્ટુ ભીમરાવ ગડરી (32)રહે,દેવળફળિયું-નવાપુર-મહારાષ્ટ્ર ના નામે સુરત તેમજ તાપી જિલ્લા સહિત અનેક પોલીસ સ્ટેશનો દાખલ થયેલ ઘણા ગુન્હામાં નાસતો ફરતો હોય,જેની તપાસ કરવા ઓપરેશન ગૃપ તથા આરઆરસેલના ઇન્ચાર્જ પીઆઈ એસ.કે.રાય તથા તેઓનો ટીમને મળેલ સુચના અને માર્ગદર્શન હેઠળ હેડકોન્સટેબલ દેવર્શી જ્યોર્જ,હેડકોન્સટેબલ દીપકભાઈ,હેડકોન્સટેબલ મહેન્દ્રભાઈ,સંદીપભાઈ તથા સંજયસિંહ સહિતનો સ્ટાફ વોન્ટેડ આરોપીની તપાસમાં હતા તે સમય દરમિયાન આજરોજ એટલે કે 18મી ઓગસ્ટ 2018 નારોજ,પીઆઈ એસ.કે.રાય નાઓને મળેલ બાતમીના આધારે નેશનલ હાઇવે નંબર 56 ઉપર બાજીપુરા-બારડોલી વચ્ચે આવેલ વે-વેઇટ હોટલ પરથી માથાભારે બુટલેગર ગોરખ ઉર્ફે પીન્ટુ ભીમરાવ ગડરીને ઝડપી પાડવામાં આવ્યો છે.બુટલેગર ઉપર ગેરકાયદેસર રીતે ઈંગ્લીશ દારૂ સપ્લાય કરવાના,પોલીસ જવાનો ઉપર હુમલો કરવાનો તેમજ મારામારી કરવાના તાપી,સુરત ભરૂચ અને નર્મદા સહિત અનેક પોલીસ મથકોમાં ગુન્હાઓ નોંધાયા છે.63થી વધુ ગુન્હામાં ફરાર બુટલેગરને ઝડપી પાડવામાં આવતા સ્થાનિક બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બુટલેગર ગોરખ ઉર્ફે પીન્ટુ ભીમરાવ ગડરી સ્થાનિક પોલીસ સ્ટેશનના કેટલાક મોટા માથા ધરાવતા પોલીસ અધિકારીઓ તેમજ બુટલેગરની દારૂ ભરેલી ગાડીઓ પાસ કરવા માટે પાયલોટીંગનું કામ કરતા કેટલાક પોલીસ કોન્સટેબલના મેણાપીપણામાં તાપી જીલ્લાના માર્ગે ગુજરાતમાં મોટાપાયે ઈંગ્લીશ દારૂ વર્ષોથી સપ્લાય કરતો હતો.ત્યારે રેંજ આઈજી આ બબાતે પણ ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરે તે જ સમયની માંગ છે.
High light:બુટલેગર ગોરખ ઉર્ફે પીન્ટુ ભીમરાવ ગડરી 63 ગુન્હામાં વોન્ટેડ
(1)સુરત જિલ્લામાં 22 ગુન્હામાં વોન્ટેડ
(2)તાપી જિલ્લામાં 41 ગુન્હામાં વોન્ટેડ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application