તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલી કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેકટર અને.કે ડામોરની અધ્યક્ષતામાં આજરોજ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી.
સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા જિલ્લા કલેકટર સંબોધતા જણાવ્યું હતું કે, નિવૃત થયેલા કર્મચારીઓના પેન્શન કેસો બાબતે માનવતાના ધોરણે તાકીદે કામગીરી કરી નિવૃત કર્મચારીઓને તેમના નિવૃતિ લાભો સમયમર્યાદામાં મળી જાય એ જરૂરી છે.આ અંગે ગંભીરતાથી કામગીરી કરવામાં આવે એમ જણાવ્યું હતું.વધુમાં તેમણે સરકારી લેણા વસુલાત બાબતે પણ તેમણે ઝડપી વસુલાત કરવા તાકીદ કરી હતી.બેઠક દરમિયાન નાગરિક અધિકારપત્ર અન્વયે મળેલી અરજીઓના નિકાલ,આગામી ૨૪ માસમાં નિવૃત થતા કર્મચારીઓના પેન્શન કેસો તૈયાર કરવા,એ.જી.ઓડિટના બાકી પેરાઓ,નિકાલ માટેના બાકી કાગળો,સી.એમ.ડેશ બોર્ડની યોજનાઓની કામગીરી,સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત સ્વચ્છતા એપમાં જિલ્લાના વધુમાં વધુ નાગરિકો પોતાના અભિપ્રાય આપે એ માટે જાગૃતિ લાવવા અંગે યોગ્ય કાર્યાવહી કરવા બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટર બી.બી.વહોનિયાએ કર્યું હતું.બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગજરાબેન ચૌધરી,જિલ્લા વિકાસ અધિકારી જે.બી.પટેલ,પોલીસ અધિક્ષક એન.એન.ચૌધરી, નાયબ વન સંરક્ષક આનંદકુમાર, કાર્યપલક ઇજનેરો,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.એમ.પટેલ,વ્યારા પ્રાંત તુષારભાઇ જાની, અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500