તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા નગરમાં આવેલ જુના તળાવમાં તા.17મી ઓગસ્ટ નારોજ,એક શખ્સનો મૃતદેહ મળી આવતા પોલીસ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહને તળાવ માંથી બાહર કાઢી તપાસ શરૂ કરવામાં આવી હતી.બનાવ અંગે વિજયભાઈ જસવંતભાઈ ચૌધરી રહે,વેગીફળિયું-વ્યારા નાએ સ્થાનિક પોલસીને જાણ કરી હતી,
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મનોજભાઈ નગીનભાઈ રાઠોડ (ઉ.વ.46)હાલ રહે,નવી વસાહત-વ્યારા,મૂળ રહે,અનાવલ-મહુવા નાઓ વ્યારા નગરમાં આવેલ વિશ્વાકર્મા મંદિર સામે સીટ કવરની દુકાન ચલાવતા હતા અને છેલ્લા ઘણા મહિનાથી ધંધામાં મંદી હોવાથી મનોજભાઈ એ છેલ્લા બે માસથી પોતાની દુકાન બદલીને વ્યારા કણજા ફાટક પાસે ચાલુ કરેલ હોય,તેમ છતાં ધંધામાં મંદી હોવાથી મનોજભાઈ રાઠોડ ટેન્શનમાં આવી વ્યારાના જુના તળાવના પાણીમાં પડી-ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનો બનાવ વ્યારા પોલીસ મથકે રજીસ્ટર કરવામાં આવ્યો છે,આગળની વધુ તપાસ હેડકોન્સ્ટેબલ ભીખાભાઈ કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500