Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તિલકવાડા કાટકોઈ છત્રપુરા ગામ પાસે  ફોરલેન માર્ગના નાળાની કામગીરીમાં કામદાર નું મોત સામે કોન્ટ્રક્ટ કંપનીની બેદરકારી સામે આવી

  • February 23, 2018 

તાપીમિત્ર ન્યુઝ,રાજપીપલા:તિલકવાડાના  કાટકોઈ -છત્રપુરા ગામ પાસે ફોરલેન માર્ગના નાળાની કામગીરીમાં સ્ટીલના સળિયાનું ઉભું કરેલું સ્ટ્રક્ચર પર દેવગઢ  બારિયાના કામદારો કોઈ પણ સેફટી કીટ વગર કામગીરી કરતા હતા. અને અચાનક સળિયાનું સ્ટ્રક્ચર પડી જતા જેમાં કામદાર દટાઈ ગયો જેમાં તેનું  મોત નીપજ્યું હતું, તિલકવાડા પોલીસે તાપસ કરતા જેની પાસે કોઈ સેફટી કીટ નહોતી સાથે કામકરતા અન્ય કામદારો પાસે પણ સેફટી કીટ ના હોય જે CNPL કોન્ટ્રક્ટ કંપનીની બેદરકારી સામે આવી હોય પોલીસે કંપનીના મેનેજમેન્ટ,ઈજનેર અને સુપરવાઈઝર સામે બેદરકારીની ફરિયાદ નોંધાવતા કંપનીમાં ફાફળાટ ફેલાયો છે.દાહોદ ના દેવગઢ બારીયાના મોટી ખજૂરી નો ૨૨ વર્ષીય કામદાર મહેશ લેસભાઈ પટેલ ડભોઇ થી તિલકવાળા, સ્ટેચ્યુઓફ યુનિટી ને જોડાતો ફોરલેન માર્ગ બની રહ્યો છે જેમાં છત્રપુરા ગામની રૂવેલ નદી પાસે નાળાનું કામ રાજકોટ ની કલાસીક નેટવર્ક પ્રા લિ કંપની કરે છે.અને જેમાં આ નાળાની કામગીરી માં સ્ટીલના સાલિયા નું સ્ટ્રક્ચર ઉભું કરવાનું કામ ચાલતું હતું પરંતુ અચાનક આ સળિયાનું સ્ટ્રક્ચર પડતા જેમાં ચાર કામ કરતા કામદારો નીચે પડ્યા જેમાં નીચે કામ કરતો મહેશ પટેલ દબાઈ ગયો અને સાથેના સંકર સુરસીંગ બારીઆ,મુકેશ વજેસિંગ બારીઆ,રવિન્દ્ર મંગા બારીઆ આ ત્રણ નો આબાદ બચાવ થયો ઘટના ને પગલે ખાનગી કંપની ના આધિકારીઓ અને સિપીઆઈ આર.એન.રાઠવા પોસ.ઈ એ.આર.ડામોર સહીત ઘટના સ્થળે પહોંચી જરૂરી તાપસ હાથ ધરી અને મૃતકને બહાર કાઢી તિલકવાડા આરોગ્ય કેન્દ્રમાં પીએમ માટે મોકલી આપ્યો હતો.આ કેશની તપાસ કરતા  તિલકવાડા પોસ.ઈ  ડી.કે.ચૌધરી એ તપાસ કરી ત્યારે ક્લાસીક નેટવર્ક પ્રા.લી કંપનીનુ રોડ બનાવવાનુ કામ ચાલતુ હોય નદી ઉપરનો પુલ બનાવવા માટે ૨૦ MM અને ૨૫ MM લોખંડના સળીયાનુ ૬ મીટર પહોળુ અને ૨૦ મીટર લાંબુ અને ૬ મીટર ઉચુ લોખંડના સળીયાનુ સ્ટકચર ઉભુ કરવાનુ કામ ચાલતુ હતુ. તે સમયગાળા દરમ્યાન આ ઘટના બની અને જેમાં એક કામદારે પોતાનો જીવ ગુમાવ્યો જેમની પાસે કોઈ સેફટી કીટ ના હતી અને કામના CNPL કંપનીના સુપરવાઇઝર પરેશ લાલજી ભિખડીયા, CNPL કંપનીના એંજીનિયર રામવિલાસ જીતેંદ્ર સિંગ અને CNPL કંપનીના જવાબદાર મેનેજમેન્ટ કોઈ ફરજ પાડી નહિ અને સાધનો આપ્યા પણ નહિ,કંપનીના મજુરોને સલામતીના કોઇ સાધનો નહીં આપી આ ગુનો કર્યો તે બાદલ તિલકવાડા પોલીસે કંપનીના જવાબદારો સામે ફરિયાદ કરી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application