Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝર ખાતે ૭૨મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની દબદબાભેર ઉજવણી કરાઇ

  • August 15, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લાના છેવાડે મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા નિઝરમાં આવેલી આર.જે.પટેલ વિદ્યાલયની બાજુના મેદાનમાં જિલ્લા કલેકટર એન.કે.ડામોરની ઉપસ્થિતિમાં ૭૨મા સ્વાતંત્ર્ય પર્વની સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.રાષ્ટ્રની આન, બાન અને શાન સમો તિરંગો લહેરાવી સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદવીરોને શબ્દાંજલિ અર્પણ કરી જિલ્લા કલેકટરે પ્રજાજોગ સંબોધન કરતા કેન્દ્ર અને રાજય સરકારની ઉપલબ્ધિઓની વિગતે છણાવટ કરી હતી.તેમણે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગત મે માસ દરમિયાન હાથ ધરેલા જળ સંચય અભિયાન અંગે વાત કરતા જણાવ્યું હતું કે, જળ સંચયના ભગીરથ કાર્યથી રાજયમાં દુકાળ ભૂતકાળ બની જશે અને આવનારી પેઢીને સમૃદ્ધ જળવારસો પ્રાપ્ત થશે એમ જણાવી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઇઝરાયેલ યાત્રાનો ઉલ્લેખ કરી આ યાત્રાથી પ્રાપ્ત થનારા સકારાત્મક પરિણામો અંગે પણ જાણકારી આપી હતી. આ ઉપરાંત તેમણે રાજય સરકારે સાગરખેડૂઓ માટે ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ શરૂ કરી હોવાનું પણ જણાવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતલક્ષી નિર્ણય કરી દેશના ખેડૂતોના હિતમાં ખેતપેદાશોના ટેકાના ભાવમાં વધારો કર્યો છે એમ જણાવી રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ રાજયના ખેડૂતોના હિતમાં અનેક નિર્ણયો કર્યા હોવાનું જણાવ્યું હતું.યોજનાઓના સુચારૂ અમલીકરણ થકી પ્રજાનો વિકાસ થાય તથા ભ્રષ્ટાચાર દુર થાય એ માટે કડક પગલાઓ લેવામાં આવી રહ્યા છે એમ વધુમાં ઉમેર્યું હતું.તાપી જિલ્લાની વિકાસયાત્રા અંગે પ્રકાશ પાડતા કલેકટર ડામોરે જણાવ્યું હતું કે,સુરતથી અલગ જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવેલા તાપી જિલ્લાએ ટુંકાગાળામાં જ વિકાસના અનેક સોપાનો સર કર્યા છે.જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોને માળખાકીય સુવિધાઓ મળતી થઇ છે એમ ઉમેરી રાજય સરકારે સિંચાઇની સુવિધાથી વંચિત તાપી જિલ્લાના ઉચ્છલ, નિઝર અને સોનગઢ તાલુકાના ગામડાઓ માટે ત્રણ નવી સિંચાઇ યોજનાઓ મંજુર કરી હોવાનું જણાવી તેમણે તાપી જિલ્લાના તમામ નાગરિકોને ૭૨મા સવાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવી રાજય સરકારની વિકાસયાત્રામાં સૌની સહભાગિતાની અપેક્ષા તેમણે વ્યકત કરી હતી. કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેકટર અને અન્ય મહાનુભાવોએ સ્વાતંત્ર્ય સેનાની સન્મુખભાઇ શાહનું સુતરની આંટી પહેરાવી શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આ ઉપરાંત વ્યક્તિ વિશેષોને પ્રમાણપત્ર આપીને નવાજવામાં આવ્યા હતા.જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે નિઝર અને કુકરમુન્ડા તાલુકાની શાળાના વિદ્યાર્થીઓએ રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.કાર્યક્રમમાં માજી ધારાસભ્ય પરેશભાઇ વસાવા,જિલ્લા વિકાસ અધિકારી જે.બી.પટેલ, પોલીસ અધિક્ષક એન.એન.ચૌધરી, નાયબ વન સંરક્ષક આનંદકુમાર,અધિક કલેકટર બી.બી.વહોનિયા,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.જે. નિનામા,પ્રાયોજના વહીવટદાર વિજયભાઇ પટેલ, કાર્યપાલક ઇજનેર એ.જી.વસાવા,નિઝર પ્રાંત યુ.એન.જાડેજા,જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ,પદાધિકારીઓ,શાળાના બાળકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application