તાપીમિત્ર ન્યુઝ,ઉચ્છલ:ઉચ્છલ પોલીસના જવાનો સાથે દાદાગીરી કરનારા મહારાષ્ટ્રના બે શખ્સોને જેલ સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે,બંને શખ્સોએ પોલીસ કામગીરી દરમિયાન અડચણ ઉભી કરી ગાળાગાળી કરી ઝપાઝપી કરી જાન થી મારી નાંખવાની ધમકી હતી.સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉચ્છલ પોલીસ 11મી ઓગસ્ટ નારોજ પાંખરી ગામના નાકા પોઈન્ટ પાસે ઉચ્છલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.સી.સોલંકી સ્ટાફના માણસો સાથે વાહન ચેકિંગમાં હતા તે વેળાએ એક સ્વીફ્ટ કાર નંબર MH-05-CM-9547 ને અટકાવી લાયસન્સ સહિતના કાગળો માંગી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું,તે સમયે કારમાં સવાર બંને શખ્સોએ પોલીસ સાથે ગેરવર્તન કરી કાર ચાલક ગૌતમ કિશોર ટાંકે રહે,અબરનાથ જિ-થાણે-મહારાષ્ટ્ર નાએ વિડીયોગ્રાફી કરી પોલીસ ફરજમાં અડચણ ઉભી કરતા સ્વીફ્ટ કાર ડીટેન કરવાની કામગીરી હાથ ધરી હતી,ડીટેન સ્વીફ્ટ કાર ઉચ્છલ પોલીસ લાઈનમાં મુકવા જતા કાર ચાલકે પોલીસ સ્ટાફના માણસોને નાલાયક ગાળો આપી “ઐસી ગાડીયા હમારે પાસ બહોત હૈ યે ગાડી કો જલા દેંગે”તેમ કહેલ તેમજ બંને શખ્સોએ હિન્દી ભાષામાં “હમ દુસરી બાર આયેંગે તો તુમકો હાઇવે પે કુચલ કે માર કે ચલે જાયેંગે”તેવી જાનથી મારી નાંખવાની ધમકી આપી “તુમકો જૂઠે કેશ મે ફસા દેંગે”તેવી ધમકી આપતા બંને શખ્સો ને સરકારી ગાડીમાં બેસાડવા જતા ગૌતમ કિશોર ટાંકે અને કૃણાલ હુકમચંદ ટાંક બંને રહે,અબરનાથ જિ-થાણે-મહારાષ્ટ્ર નાઓએ પોલીસકર્મીને ધક્કો મારી કાયદેસરની ફરજમાં અડચણ ઉભી કરી જમણા હાથ પર નખોરિયા મારી ઢીક્કામુક્કી નો મારમારી ઈજા પહોચાડી હતી.બનાવ અંગે પોલીસ કોન્સટેબલ સુનીલભાઈ વિજયભાઈની ફરિયાદને આધારે સ્વીફ્ટ કાર અને મોબાઈલ ફોન જપ્ત કરી બંને શખ્સો વિરુધ્ધ IPC કલમ 186,323,332,352,504,506(2)144 મુજબ ઉચ્છલ પોલીસ મથકે ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે,આગળની વધુ તપાસ PSI બી.સી.સોલંકી કરી રહ્યા છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500