શૈલેશભાઈ પ્રજાપતિ દ્વારા,તાપીમિત્ર ન્યુઝ,માંડવી:માંડવી પોલીસને લાખો રૂપિયાનો વિદેશીદારૂ ઝડપી પાડવામાં ભારે સફળતા મળી છે,માંડવીના પુના ગામની સીમમાં વિદેશીદારૂની હેરાફેરી કરતા 6 યુવકોને ત્રણ વાહનો સાથે માંડવી પોલીસે કુલ રૂપિયા 26,79,600/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે,જયારે બે જણા ને પોલીસ ચોપડે ફરાર જાહેર કરવામાં આવ્યા છે,
મળતી માહિતી અનુસાર તા,11મી ઓગસ્ટ 2018 નારોજ માંડવી તાલુકાના પુના ગામની સીમમાં મોટાપાયે વિદેશદારૂની થતી ફેરાફેરી બાબતે મહિલા પીએસઆઈ એસ.એસ.માલ ને મળેલ બાતમી અને સૂચનાને આધારે સ્ટાફના માણસો સાથે પુના ગામે વોચ ગોઠવી હતી.તે સમય દરમિયાન ઇન્દીરા આવાસ ના બંધ મકાન પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો છોટાહાથી,પીકઅપ ટેમ્પો માંથી પરપ્રાંતીય બનાવટનો વિદેશી દારૂના ખુબ મોટા જથ્થાની ફેરાફેરી કરતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા,આ બનાવમાં લાખો રૂપિયાના વિદેશીદારૂની ફેરાફેરી કરતા તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ગામના 6 યુવકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.જેને લઇ બુટલેગરોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે,વિદેશદારૂ ફેરાફેરી કરતા સ્થળ ઉપરથી વિદેશીદારૂના બોક્સ નંગ 194,દારૂની બોટલો નંગ 8,700 જેની કિંમત રૂપિયા 9,51,600/- તેમજ ટાટા એસ(છોટાહાથી)નંબર GJ-19-X-4885,એક નંબર પ્લેટ વગરની ટાટા ઝેનોન,તેમજ સ્કોર્પિયો ગાડી નંબર GJ-15-BB-4527 ત્રણ વાહનો,તેમજ 10 નંગ મોબાઈલ ફોન સાથે કુલ મળી રૂપિયા 26,79,600/- ના મુદ્દામાલ સાથે 6 જણા ની અટક કરવામાં આવી છે.જયારે બે જણા ને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.મોટા પ્રમાણમાં વિદેશી દારૂ કોના ત્યાં થી આવ્યો હતો અને કોના ત્યાં જોઈ રહ્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે,આગળની વધુ તપાસ માંડવી પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ એસ.એસ.માલ કરી રહ્યા છે,
high light-વિદેશીદારૂ સપ્લાય કરતા પકડાયેલા યુવકો
(1)ઇમરાન ફારૂક હવેલી વાલા રહે,બાજીપુરા,અંબામાતા મંદિર પાસે-વાલોડ
(2)ભીખાભાઈ રામાભાઈ રાઠોડ રહે,બાજીપુરા હળપતિવાસ-વાલોડ
(3)વિમલભાઈ સન્મુખભાઈ ચૌધરી રહે,બાજીપુરા,સંજયકોલોની-વાલોડ
(4)કનું ઉર્ફે વીકી ગમનભાઈ ચૌધરી રહે,બાજીપુરા,સંજયકોલોની-વાલોડ
(5)સુનીલભાઈ અર્જુનભાઈ વસાવા રહે,બાજીપુરા,સંજયકોલોની-વાલોડ
(6)વિજયભાઈ લલ્લુભાઈ ચૌધરી રહે, બાજીપુરા,નવી વસાહત-વાલોડ
high light-વોન્ટેડ આરોપીઓ:
(1)સુનીલભાઈ બાબુભાઈ ગામીત
(2)વિજયભાઈ ચંદુભાઈ ચૌધરી બંને રહે,તુકેદ-માંડવી
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500