Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:વર્ષોથી બંદ મકાન માંથી માનવ કંકાલ મળી આવ્યું:હત્યા,આત્મહત્યા,અકસ્માત વચ્ચે ઘેરાયેલું રહસ્ય:વ્યક્તિની ઓળખ મેળવવા તપાસનો ધમધમાટ

  • August 12, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ નગરમાં વર્ષોથી બંદ એક મકાન માંથી માનવ હાડકા મળી આવ્યા હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે,એક ખંડેર જેવા મકાન માંથી માનવ કંકાલ મળી આવ્યું છે.ચંદુલાલ હરીભાઈ પટેલે સ્થાનિક પોલીસ ને જાણ કરતા સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે,મકાન માંથી માનવ કંકાલ મળી આવતા પંથકમાં અનેક તર્કવિતર્ક વહેતા થયા છે,આ કંકાલ કોનું છે.કેવી રીતે આવ્યું ? મૃત્યુ અકસ્માતે થયું છે કે હત્યા.તેવા અનેક સવાલો સાથે પોલીસે વ્યક્તિની ઓળખ મેળવવા તપાસનો ધમધમાટ આરંભ્યો છે. સોનગઢ નગર માંથી પસાર થતો નેશનલ હાઇવે નમ્બર 53 ને અડીને આવેલા પેટ્રોલ પંપનું બાંધકામ ચાલુ હોય તે સમયે પેટ્રોલ પંપ ની બાજુમાં એક ખંડેર જેવા વર્ષો થી બંધ મકાનની ઉપરના ભાગે સ્થનિક વ્યક્તિ ને માનવ કંકાલ ની ખોપડી છાપરા માં ફસાયેલ નજરે પડી હતી,જેની જાણ સોનગઢ પોલીસને કરાતાં પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી કંકાલને જર્જરિત મકાન માંથી કાઢવાની સાથે વિવિધ મુદ્દે તપાસ શરૂ કરી છે.પોલીસે માનવ કંકાલ ના છુટાછવાયા અંગો નો કબ્જો મેળવી તેને પોસ્ટમોર્ટમ કરવાની સાથે કંકાલ કોનું છે?તે મકાનમાં કેવી રીતે પહોંચ્યું ?? વગેરે પ્રશ્નોની સાથે આ વિસ્તારમાં ગુમ થયેલ ઇસમોની નોંધાયેલ ફરિયાદો સાથે તપાસ હાથ ધરતા ચોંકાવનારી ઘટના બહાર આવી હતી. High light-અચરજ પમાડે તેવી આ ઘટનામાં હાલ પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે.જેની ગુથ્થી સુલઝાવવામાં પોલીસ લાગી પડી છે.જેમાં ગૂમસુંદગી ની રિપોર્ટ જોતા એક 15 થી 16 વર્ષનો કિશોરની ગૂમસુંદગીની ફરિયાદ જૂન-2018 માં નોંધાઈ હતી.જેમાં કરેલ વર્ણન મુજબનુ જ કંકાલ મળી આવ્યું છે.પરંતુ પીએમ અને એફએસએલ ના રિપોર્ટ બાદજ મૃતક ની ઓળખ થઇ શકશે અને ત્યાર બાદ તેની હત્યા થઇ છે,આત્મહત્યા કે પછી અકસ્માત તેના પરથી પડદો ઊંચકાશે.આ મામલે સોનગઢ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ psi વી.આર.ભરવાડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application