તાપીમિત્ર ન્યુઝ,ડોલવણ:ડોલવણ તાલુકામાં ધોરણચારની વિદ્યાર્થિનીનું મોત નીપજ્યાની ઘટના બની છે.જેને લઈ અનેક તર્કવિતર્ક વહેતા થયા છે,ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.વિદ્યાર્થિનીનું મોત અંગેનું કારણ અત્યાર સુધી જાણવા મળ્યું નથી.
મળતી માહિતી પ્રમાણે તાપી જિલ્લામાં આવેલા ડોલવણ તાલુકાની પંચોલ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં વિદ્યાર્થિની મોત થયું છે,જેને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી છે,પંચોલ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં 11 ઓગસ્ટ શનિવારે નવ વર્ષીય ગીતા વાઘ નામની વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો હતો.બનાવની જાણ આશ્રમ શાળામાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીનીઓએ શાળા સંચાલકને જાણ કરી હતી.અને ત્યારબાદ સંચાલકે પોલીસને જાણ કરી હતી.ડોલવણ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.સુત્રોના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થિની વલસાડના કપરાડા વિસ્તારની રહેવાસી છે.પોલીસે તેની લાશને પોસ્ટમોર્ટમ માટે વ્યારા મોકલી આપી હતી.પોલીસે શાળાના શિક્ષકો સહિત અન્ય વિદ્યાર્થિનીઓની પૂછપરછ કરી હતી સાથેસાથે પોલીસ ઘટના સ્થળની પણ તપાસ હાથ ધરી હતી.જોકે,પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થિનીનું મોતનું કારણ પીએમ રિપોર્ટ બાદ જ જાણવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application