Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તિલકવાડા ગામે વીજ કંપનીના કર્મચારીને લાફો મારનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

  • February 23, 2018 

રાજપીપલા:તિલકવાડા વીજ કંપની ના કર્મચારીઓ ૬૬ કે .વી.ની લાઈન બંધ કરવાની કામગીરી તિલકવાડાના વધેલી ગામે કરતા હતા તે દરમિયાન વધેલી ગામના દિલીપ ઝવેર બારીયાએ વીજ કંપની ના કર્મચારીને જણાવ્યું કે અમારી લાઈન કેમ બંધ છે પેહલા એ ચાલુ કરો નહીતો લાઈન ચાલુ નહિ થાય ત્યાં સુધી તમારી ગાડી નહિ લઈ જવા દઈએ તેમ કહી ગાળો બોલી વીજ કંપનીના એક કર્મચારી અજય પ્રવીણ બારીયાને તમાચા મારી દેતા મામલો ગરમાયો હતો પરંતુ વીજ કંપનીના કર્મચારી એ આ બાબતે તેમના અધિકારીને જાણ કરતા અધિકારીએ તેને ગઁભીરતા થી લઈ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે તિલકવાડા પોલીસ મથકે પરેશ રામભાઈ પટેલે  ફરિયાદ આપતા પોલીસે વધેલી ના દિલીપ બારીયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application