Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગ્રામ્ય, તાલુકા, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં ૬૦૯ શિલાફલકમનું સ્થાપન કરવામાં આવ્યું

  • August 22, 2023 

આઝાદી કા અમૃત મહોત્સવને યાદગાર તેમજ ભવ્ય બનાવવા ભારતભરમાં 'મારી માટી, મારો દેશ' અભિયાન યોજાયું હતું. તા.૯થી ૧૫ ઓગષ્ટ દરમિયાન સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આ અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળ્યો છે તેમજ મહાનગરપાલિકામાં વોર્ડ વાઈઝ કાર્યક્રમો પણ યોજાયા હતા. સુરત જિલ્લાની ૫૬૬ ગામપંચાયત, ૯ તાલુકા પંચાયતો તથા ચાર નગરપાલિકાઓ અને મહાનગરપાલિકામાં મળી કુલ ૧,૨૦,૨૫૧ લોકોએ જોડાઈને પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં ૫૫,૧૨૫ વૃક્ષોનું વાવેતર કરી ૭૩૫ અમૃત વાટિકાઓ તૈયાર કરવામાં આવી છે.વીરોને વંદન કાર્યક્રમ હેઠળ ૬૩૮ વીર શહીદોના પરિવારોને સન્માનિત કરવામાં આવ્યા હતા.



સુરત જિલ્લામાં ૫૬૬ ગ્રામ પંચાયતો, ચાર નગરપાલિકાઓ તથા નવ તાલુકાકક્ષાએ તથા મ.ન.પા.ના ૩૦ વોર્ડ ખાતે મળી કુલ ૬૦૯ શિલાફલકમની સ્થાપના કરવામાં આવી છે. સમગ્ર અભિયાન દરમિયાન ૧,૯૮,૩૫૪ નાગરિકોએ પોતાની સેલ્ફી લઈને અપલોડ કરી છે. કાર્યક્રમો દરમિયાન મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન કરી કાર્યક્રમમાં સહભાગી થયા હતા. હાથમાં મુઠ્ઠીભર માટી અથવા માટીનો દીવો રાખીને એક્તા અને અખંડિતતા માટે નાગરિકોએ સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. આમ સુરત શહેર-તાલુકા, ગ્રામકક્ષા, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકા કક્ષાના ‘મારી માટી, મારો દેશ’ અભિયાનમાં સમગ્ર કાર્યક્રમોમાં મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખો-સદસ્યો, કોર્પોરેટરો, સરપંચો, આંગણવાડીની બહેનો, પોલીસ વિભાગના અધિકારીઓ, શિક્ષકો-વિદ્યાર્થીઓ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application