તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ,અને ગૌરવવંતી સંસ્કૃતિને ટકાવવા 9-ઓગષ્ટ-2018 ના રોજ સમગ્ર વિશ્વ ના આદિવાસી લોકોએ પોતાની અણમોલ સંસ્કૃતિ ઉજાગર કરતા ભવ્ય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.આ પ્રસંગે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના નાનકડા ગામ ચીમકુવા ની પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવણીના ભાગરૂપે ભવ્ય કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.
શાળાના આચાર્યશ્રી પ્રદિપભાઈએ આદિવાસી સંસ્કૃતિની અજોડ વિરાસત જાળવવા સંદેશ આપતા જણાવ્યું હતું કે સમગ્ર ગામને રળિયામણું બનાવવા વૃક્ષારોપણ કરવુ અને હંમેશા ગામ સ્વચ્છ બની રહે તેવા પ્રયાસો કરવા જોઈએ.શાળાના શિક્ષક યતિનભાઈએ પણ ભાતીગળ સંસ્કૃતિનું જતન કરવા કહયું હતું.આદિવાસી દિવસની ઉજવણી સાથે જ શાળાના આચાર્ય પ્રદિપભાઈની વર્ષગાંઠ નિમિત્તે સૌ બાળકોએ આદિવાસી પરંપરાને જાળવતા ગામીત જ્ઞાતિના પ્રતિક સમા ‛ચાંગ્યા ઢોલ’ ના તાલે નૃત્ય કરી સૌને મંત્ર મુગ્ધ કર્યા હતા. શાળાના તમામ ભૂલકાઓને આચાર્યશ્રી પ્રદિપભાઈએ બોલપેન,પેન્સિલ અને ચોકલેટ ગીફટ આપી હતી અને બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે એસ.એમ.સી.સમિતિ,ગ્રામજનો,શાળા પરિવાર સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application