Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:જીવતા બોમ્બ સમાન દોડતા એલપીજી અને સીએનજી ફીટ સ્કુલવાહનો સામે આરટીઓની તવાઈ

  • August 11, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:આજરોજ વહેલી સવારથી જ વ્યારા એઆરટીઓ કચેરીના અધિકારીઓ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન હાથ ધર્યું હતું.આરટીઓ દ્વારા સ્કુલ વર્ધીમાં જતા વાહનો એટલે કે સ્કુલ વાન,સ્કુલ રીક્ષા અને સ્કુલ બસની તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં વ્યારાના તાડ્કુવા વિસ્તારમાં આવેલ પી.પી.સવાણી સ્કુલની આસપાસ તપાસ હાથ ધરવામાં આવી છે.જેમાં જે તે વાહનનુ ફિટનેસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે.તેમજ વાહનોમાં કેટલા બાળકો કે વિદ્યાર્થીઓ બેસાડવામાં આવે છે,વાહનની કેપીસીટી કેટલી છે,વાહનોમાં ફીટ કરવામાં આવેલ એલપીજી અને સીએનજી કીટનું મંજુરી મેળવી છે કે નહી,તે સહિતનુ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું.જેના પગલે એક સમયે તો સ્કુલ વર્ધી કરતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.આ કાર્યવાહીનો મુખ્ય હેતુ બાળકોની સલામતીને લઈને હતો.મહત્વનુ છે કે ગુજરાત હાઈકોર્ટ અને આરટીઓ વિભાગની વડી કચેરીના આદેશ બાદથી વ્યારા આરટીઓ સતર્ક બન્યુ છે.ત્યારે આજરોજ આરટીઓ ઇન્સ્પેકટર એ.આઈ.પરમાર,જે.આર.પટેલ તેમજ બી.એસ.પટેલ દ્વારા હાથ ધરાયેલ કાર્યવાહીમાં સ્કુલ વાહનના ફિટનેસ સર્ટિફિકેટ,ગેસકીટ ઉપરાંત તેમની પાસે શાળા માટે વાહન ચલાવવાની મંજુરી છે કે નહીં તે સહિતનુ ચેકિંગ હાથ ધરાયુ છે.કેપિસિટી કરતા વધુ બાળકો બેસાડતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.   high light:આરટીઓ ઇન્સ્પેકટર એ.આઈ.પરમાર ના કહેવા મુજબ,ગાંધીનગર વડી કચેરીના આદેશ મુજબ સ્કુલ વાહનોનું ચેકિંગ હાથ ધર્યું છે,અગાવ સ્કુલ વાહનોમાં આગ લાગવાની ઘટનાને ધ્યાનમાં લેતા એક સપ્તાહનું ચેકિંગ ઝુંબેશ હાથ ધરી છે,આજરોજ વ્યારાના તાડ્કુવા વિસ્તારમાં આવેલ પી.પી.સવાણી સ્કુલ ની આસપાસ ચેકિંગ હાથ ધર્યું છે,ઘણી બધી ગાડીઓ ડીટેન કરી છે,ચેકિંગ ઝુંબેશ એક સપ્તાહ સુધી સતત ચાલુ રહેશે.આ કાર્યવાહીનો મુખ્ય હેતુ બાળકોની સલામતીને લઈને હતો.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application