તાપીમિત્ર ન્યુઝ,નિઝર:આદિવાસી વિસ્તાર માંથી કરોડો રૂપિયાની રેતી અને રોયલ્ટી ચોરી કરનારો વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે.
સંપૂર્ણ આદિવાસી વિસ્તાર ધરાવતા તાપી જિલ્લા ના નિઝર અને કુકરમુંડા વિસ્તાર માં 18 અને 19 જુલાઈ નારોજ ફ્લાઈંગ સ્કોડ ગાંધીનગર ની ટિમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા,જેમાં 8 જેટલા ગામોમાં 11 રેતી સ્ટોક સ્થળોએ પર અધિકારીઓ ની ટીમ દ્વારા માપણી હાથ ધરવામાં આવતા રેતી માફિયાઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો,સ્ટોક માપણી કરનાર એક અધિકારીએ નામ જાહેર ના કરવાની શરતે જણાવ્યું હતું કે ,11 રેતી સ્ટોક પર કરવામાં આવેલી કાર્યવાહીમાં આશરે 10 કરોડ રૂપિયાની રેતી અને રોયલ્ટી ચોરી બહાર આવવાની શક્યતા છે.કાર્યવાહી દરમિયાન અનેક રાજકારણીઓ દ્વારા દબાણ પણ કરવામાં આવ્યું હતું.પરંતુ સુરત,નવસારી,તાપી,અને ભરૂચ ની ટિમ સાથે પહોંચેલા અધિકારીઓ તમામ રેતી સ્ટોક સ્થળ ઉપર માપણી કરી સંપૂર્ણ તપાસનો અહેવાલ ગાંધીનગર મોકલી આપ્યો હોવાનું જાણવા મળ્યું છે,આદિવાસી વિસ્તાર માં કરોડો રૂપિયાની રેતી સંગ્રહખોરી કરનારા કેટલાક રેતી માફિયાઓ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના નામે ચરી ખાતા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.કેટલાક રેતી માફિયાઓ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે પડાવેલા ફોટા બતાવી સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓ ને ધબડાવતા હોવાનો ગણગણાટ પણ પંથકમાં શરૂ થયો છે.જેને લઇ રેતી માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે.આજરોજ નિઝર ખાતે વિશ્વ આદિવાસી દિન ની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નિઝર અને કુકરમુંડા જેવા આદિવાસી વિસ્તાર માંથી કરોડો રૂપિયાની રેતી અને રોયલ્ટી ચોરી કરનાર રેતી માફિયાઓનું લિસ્ટ માંગવી કાર્યવાહી કરવાના આદેશ જારી કરે તે દિશા માં ખાસ કરીને આદિવાસીઓની મિટ મંડાયેલી છે.ત્યારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી રેતી માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપશે કે પછી આદિવાસી વિસ્તાર માંથી ખનીજ સંપત્તિ લૂંટ નારાઓને માત્ર નોટિસ અને દંડ ફટકારવાની કામગીરી કરવાના આદેશ આપશે તે તો જોવાનું જ રહ્યું...
High light-સંપૂર્ણ આદિવાસી વિસ્તાર નિઝર અને કુકરમુંડા માંથી કરોડો રૂપિયાની રોયલ્ટી અને રેતી ચોરી કરનારાઓ પર એક નજર !!
(૧)મનોજ પાડવી(૨)અરવિંદભાઈ સોલંકી(૩)શંભુભાઈ બેલડીયા(૪)હસમુખભાઈ ખુંટ(૫)પ્રવીણભાઈ ચૌધરી(૬)હરેશભાઇ નસીત,સાંઈ ઇન્ટરપ્રાઇઝ(૭)રાજ ઇન્ટરપ્રાઇઝ(૮)ક્રિષ્ના ઇન્ટરપ્રાઇઝ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application