Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મરાઠા અંદોલન ઈફેક્ટ:આંદોલનને પગલે સોનગઢમાં એસટી બસોને લાગી બ્રેક..

  • August 08, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનની હિંસક દેખાવોનાં બનાવોને જોતા ગુજરાત એસટી નિગમે મુસાફરો તથા એસટીની સલામતીના ભાગરૂપે બસનાં પૈડા થંભાવી દીધા હોવાનું જાણવા મળ્યું છે,જેના કારણે ગુજરાત માંથી સોનગઢ,નિઝર થઇ મહારાષ્ટ્ર તરફ જતી બસમાં દરરોજ હજારો મુસાફરો મુસાફરી કરતાં હોય તમામ મુસાફરોને નિઝર અને સોનગઢ માંજ ઉતારી દેવામાં આવી રહ્યા છે, મહારાષ્ટ્રમાં અનામતની માંગને લઇને મરાઠા સમુદાય ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે.પ્રદર્શનકારીઓ હિંસક બન્યતા આંદોલન પણ હિંસક બન્યું છે.જેના પગલે છેલ્લા ત્રણ દિવસથી સોનગઢ થઇ મહારાષ્ટ્ર તરફ જતી એસટી નિગમના વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે.અનેક બસો ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર જ અટકાવી દેવામાં આવી છે.પરિણામે અનેક મુસાફરો અધવચ્ચે અટવાઈ પડ્યાં છે,ગુજરાતનાં અમદાવાદ થી ઔરંગાબાદ,પાટણ થી માલેગાંવ,અંકેલશ્વર,સોનગઢ-ધુલિયા,વડોદરા થી ઔરંગાબાદ,સુરત થી સહાદા,વડોદરા થી સેગાંવ ને જોડતી આંતરરાજ્ય એસ.ટી.સેવાઓ સોનગઢ,નિઝર માંજ રોકી દેવાઇ છે.મહારાષ્ટ્રમાં આંદોલનને લઈ એસટી નિગમ હાલ પુરતો બસ વ્યવહાર સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.પરિણામે ગુજરાતની અનેક બસ સેવા પ્રભાવિત થઇ છે.તાપી જીલ્લાના સોનગઢ,ઉચ્છલ અને નિઝર થઈને મહારાષ્ટ્ર તરફ જતી બસને અસર પહોંચી છે.આ ઉપરાંત ગુજરાતની આંતરરાજ્યની  બસોને સોનગઢ,ઉચ્છલ અને નિઝર સુધી જ દોડાવામાં આવી રહી છે,બસો અટકાવી દેતા મુસાફરો અટવાયા છે.આમ એસટી નિગમને લાખો રૂપિયાનું નુકસાન થશે.    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application