Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોરક્કોમા ભૂકંપના કારણે અનેક ઈમારત ધરાશાયી થતા 296 લોકોના મોત : ભૂકંપની તીવ્રતા 6.8ની નોંધાઈ

  • September 09, 2023 

આફ્રિકી દેશ મોરક્કોમાં મોડી રાત્રે જોરદાર ભૂકંપના કારણે તારાજી સર્જાઈ હતી. ભૂકંપના કારણે અનેક ઈમારત ધરાશાયી થઈ હતી જેના કારણે 296 લોકોના મોત થયા હતા, જ્યારે 153 લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપની તીવ્રતા 6.8 મપાઈ હતી. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ મોરક્કોના મારાકેશ શહેરથી લગભગ 70 કિલોમીટર દૂર નોંધાયુ હતું. ભૂકંપ એટલો જોરદાર હતો કે  તેની અસર મરાકેશથી 350 કિલોમીટર દૂર રાજધાની રબાતમાં પણ આંચકા અનુભવાયા હતા. ભારતીય સમય અનુસાર આજે વહેલી સવારે 3.41 વાગ્યાની આસપાસ આ ભૂકંપ આવ્યો હતો. USGS અનુસાર આ 120 વર્ષોમાં ઉત્તરી આફ્રિકામાં સૌથી શક્તિશાળી ભૂકંપ છે.



USGSએ જણાવ્યુ હતું કે વર્ષ 1900 બાદ આ એરિયાના 500 કિમી ક્ષેત્રમાં કોઈપણ એમ 6 લેવલ અથવા તેનાથી મોટો ભૂકંપ આવ્યો નથી. અહી એમ 5 લેવલનો ભૂકંપ જ નોંધાયો છે. મારાકેશ શહેરના એક રહેવાસીએ જણાવ્યુ હતું કે ભૂકંપના કારણે અનેક ઈમારત ધરાશાયી થઈ છે. હાલ વિનાશક ભૂકંપને કારણે લોકમાં ભયનો માહોલ છે. આ ભયાનક ભૂકંપની તસવીર અને વીડિયો સામે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરક્કોમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં મૃત્યુ પામનાર લોકોના પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે.



તેમણે પોતાના સોશ્યલ મીડિયા સાઈટ પર લખ્યું હતું કે મોરક્કોમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાનથી ખુબ જ દુ:ખ થયું છે. આ દુ:ખના સમયે મારી સંવેદના મોરક્કોના તે લોકો સાથે છે જેના તેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. ભારત આ મુશ્કેલ સમયમાં સક્ય તેટલી મદદ કરવા તૈયાર છે. આ પહેલા તુર્કીયેમાં પણ આવો જ એક વિનાશકારી ભૂકંપ 6 ફેબ્રુઆરી 2023ના રોજ આવ્યો હતો, જેમાં 45 હજારથી વધુ લોકોના મોત થયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 મેગ્નિટ્યુડ હતી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તુર્કિયેનું ગાઝિઆન્ટેપ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application