મુંબઈનાં કલવામાં એક શિક્ષકનું ડેબિટ કાર્ડ ખોવાઈ ગયા બાદ તેમનાં બેન્કનાં ખાતામાંથી 6 લાખ 15 હજાર રૂપિયા કાઢી લેવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે કેસ નોંધી અજાણ્યા આરોપીને પકડવા માટેની કામગીરી હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, છેતરપિંડીનો ભોગ બનેલા 52 વર્ષીય શિક્ષક કલવાના ખારેગાંવ વિસ્તારમાં રહે છે. તેમણે જે બિલ્ડિંગમાં રહેતા હતા. ત્યાં થોડા દિવસ પહેલા એક ફ્લેટ ખરીદી કર્યો હતો. આ માટે બેંકમાંથી 7 લાખ રૂપિયાની લોન લીધી હતી. આ રકમ તેમના બેંક ખાતામાં જમા થઈ ગઈ હતી.
તેઓ રવિવારે ઘરે હતા ત્યારે બેંક ખાતામાં રકમની તપાસ કરતાં 6 લાખ 15 હજાર ગાયબ હોવાનું માલુમ પડયું હતું જોકે આ મામલે તેમણે બેન્કનો સંપર્ક કરતાં માહિતી મળી હતી કે, તેમના ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી રકમ ઉપાડી લેવામાં આવી છે. બાદમાં ઘરમાં ડેબિટ કાર્ડની શોધખોળ કરી હતી પણ તે મળ્યું નહોતું. છેવટે તેમણે કલવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, કોઈએ કાર્ડ ચોરી એનો નંબર મેળવીને આ રકમ ઉપાડી લીધી છે. તેના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનામાં કોઈ જાણભેદુ સંડોવાયેલો છે કે કેમ એની પણ તપાસ થઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application