સુરત શહેરમાં ગતરોજ મેઘરાજાની તોફાની બેટિંગને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સાથો સાથ ઝાડ પડવા સહિતના બનાવો પણ બન્યા હતા. દરમિયાન ડભોલી ભારેભરખમ ઝાડ પાર્ક કરેલી એક કાર અને સ્ટ્રીટ લાઈટના થાંબલા ઉપર પડતા સ્થળ પર નાશભાગ મચી ગઈ હતી. આ સહિત જુદા જુદા વિસ્તારમાં 6 વૃક્ષ તૂટી પડ્યા હતા. જોકે ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ ડભોલી ચાર રસ્તા ખાતે ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ સોનાનીએ ઘર પાસે આવેલ મંદિર નજીક પાર્ક કરેલી હતી.
તે દરમિયાન સવારે કાર ઉપર ઝાડ અચાનક ધસી પડ્યું હતું. આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર કર્મીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા. ઝાડ કાર ઉપર પડવાની સાથે સ્ટ્રીટ લાઈટ ઉપર પણ પડ્યું હતુ. જેના પગલે કારના બોનેટ અને છતના ભાગને નુકશાન થયું હતું. જયારે સ્ટ્રીટ લાઇટનો થાંભલો પણ નમી ગયો હતો.
ફાયર કર્મીઓ દ્વારા ભારેભરખમ ઝાડ ખસેડીને કાર બાહર કાઢવામાં આવી હતી. જોકે આ બનાવમાં કોઈ જાનહાની નહીં થવા પામી હતી. આ સાથે સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગતરોજ મોડી સાંજેથી રાત દરમિયાન વધુ પાંચ ઝાડ તૂટી પડ્યા હતા.
જેમાં લંબે હનુમાન રોડ પર માતાવાડી ખાતે વર્ષા સોસાયટી નજીક, સુમુલ ડેરી રોડ અલકાપુરી સોસાયટી પાસે, અડાજણના સંઘવી ટાવર પાછળ ગાયત્રી સોસાયટી પાસે, વેસુના હેપ્પી રેસીડેન્સી આગળ, મોટા વરાછામાં હરિઓમ મિલ નજીક ઝાડ તૂટી પડ્યું હતું. જેના લીધે ફાયરબ્રિગેડના જવાનો તે વિસ્તારોમાં જઇ ઝાડ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500