લોકસભા ચૂંટણીના ત્રીજા તબ્બકામાં7 મે, મંગળવારના રોજ ગુજરાતમાં મતદાન યોજવાનું છે અને તેની સાથે અમદાવાદ શહેરમાં તેને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શાંતિપૂર્ણ મતદાન થાય તે હેતુથી અમદાવાદ પોલીસ કમિશ્નરશ્રી જી એસ મલિક દ્વારા ખાસ માઈક્રોપ્લાનિંગ કરવામાં આવ્યું છે. સાત મે ને મંગળવારના રોજ અમદાવાદ શહેરના6 હજાર પોલીસ કર્મીઓ, અધિકારીઓ, ITBP, CISF, BSF, SRPF સહિતની ટુકડીઓ બંદોબસ્તમાંતૈનાત રહેશે.
લોકસભા ચૂંટણીના પગલે 103 વોન્ટેડ આરોપી અને 42 હજાર જેટલા શખ્સો વિરૂદ્ધ અટકાયતી પગલાં લેવાયા છે. ગાંધીનગર- અમદાવાદ પૂર્વ-પશ્ચિમ અને ખેડા બેઠક માટે અમદાવાદ પોલીસ કમિશ્નરજી.એસ.મલિકે ખાસ એક્શનપ્લાન તૈયાર કર્યો છે. હાલમા 4 બેઠકના કુલ મતદાન બૂથ4132 અને 1168 બિલ્ડિંગ છે. 931 બૂથક્રિટિકલ છે. અમદાવાદમાં પોસ્ટલબેલેટ12561 છે, જેમાંથી 10266 પોસ્ટલબેલેટથી મતદાન થઈ ચુક્યું છે. કાયદા-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસે નોન બેલેબલ વોરંટ બજાવ્યા છે. ચૂંટણીમાં પોલીસ બંદોબસ્ત સિવાય ચૂંટણીમાં 57 ફ્લાઈંગસ્ક્વોર્ડ, 86 સ્ટ્રેટેજીકલ ટીમ બનાવવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500