Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

6 કિશોર નદીમાં નાહવા પડ્યા હતા,3 કિશોર ડુબ્યા

  • November 16, 2023 

વડોદરાના પાદરામાં નદીમાં 3 કિશોર ડુબ્યા છે. જેમાં ભદારી ગામે 6 કિશોર નદીમાં નાહવા પડ્યા હતા. તેમાં દિવેર મઢી નર્મદા નદીમાં 3 કિશોરો લાપતા બન્યા છે. ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમે શોધખોળ હાથ ધરી છે. તેમજ શિનોર પોલીસ, શિનોર મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા છે.


શિનોર વિસ્તારમાં ભાઈબીજના દિવસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દિવેર મઢી નર્મદા નદીમાં ત્રણ કિશોર ડૂબ્યા છે. મળતી માહિતી પ્રમાણે 6 કિશોર નદિમાં પડ્યા હતો. જેમાં ત્રણ પૈકી એક કિશોરની લાશી મળી છે, જ્યારે અન્ય બેની શોધખોળ કરવામાં આવી રહી છે. જે કિશોરની ડેડબોડી મળી છે તેનું નામ અક્ષય રમેશ વસાવા છે. કિશોરો ડૂબવાની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ અક્ષય રમેશ વસાવા નામના કિશોરની બોડી બહાર કાઢવામાં આવી હતી.હાલમાં કિશોરના મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ છે. હજી અન્ય બેની શોધખોળ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News