ભાવનગરની એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં અહીં ભરતનગરમાં હાઉસિંગ બોર્ડનું 3 માળનું મકાન ધરાશાઈ થવાની ઘટના સામે આવી છે. આ હાઉસિંગ બોર્ડનાં મકાનો 10 વર્ષ જૂના હોવાની વિગતો પણ પ્રકાશમાં આવી છે. હાલ ઘટના સ્થળે રેસ્ક્યુટીમ અને પોલીસનો કાફલો પહોંચી ગયો હતો. મળતા અહેવાલો મુજબ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 6 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર, ભાવનગરમાં ભરતનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડનાં 3 માળિયા મકાન ધરાશાયી થયો છે.
જયારે રેસેક્યુ ઓપરેશન માટે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે. છેલ્લા 10 વર્ષથી અત્યંત જર્જરિત ઇમારત હતી, મળતા અહેવાલો મુજબ હાલ 6 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. હાઉસિંગ બોર્ડના મકાનો છેલ્લા 10 વર્ષથી અત્યંત જર્જરિત બની ચુક્યા છે. અવાર-નવાર હાઉસિંગ મકાનમાં દુર્ઘટનાઓ થતી હતી આમ છતાં અધિકારીઓ દ્વારા રિનોવેશન માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
દુર્ધટનાને પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. હાલમાં ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હત. આવી ઘટના અગાઉ પણ અમદાવાદનાં વેજલપુર વિસ્તારમાં બની હતી. અહીં ગત તા.11મી મે સાંજે સોનલ સિનેમા પાસે યાશમીન ફ્લેટની અંદર આવેલા ગોલ્ડન નામનું 3 માળનું બિલ્ડીંગ ધરાશાયી થયું હતું. ફ્લેટને જર્જરિત જાહેર કરવામાં આવ્યા હતા. મોટા ભાગનાં પરિવારો પહેલેથી જ ફ્લેટ ખાલી કરીને જતા રહ્યા હતા. જ્યારે એક બે પરિવાર જ ફ્લેટમાં રહેતા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500