Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્રમાં ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલ ભયાનક અકસ્માતમાં 6 લોકોનાં મોત, એકની હાલત ગંભીર

  • December 16, 2023 

મહારાષ્ટ્રનાં નાગપુર જિલ્લાનાં કાટોલનાં સોનખાંબ ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતા કારમાં સવાર 6 લોકોમાંથી 2 લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે ચાર લોકોના હોસ્પિટલ લઈ જતા દરમિયાન મોત થયા હતા. આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેને પણ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો છે. કાટોલ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, અકસ્માતની ઘટના મોડી રાતે બની હતી અને બંને વાહનોની સ્પીડ વધુ હતી.



તેમણે વધુમાં કહ્યું હતું કે, લગ્ન સમારોહમાં હાજરી આપ્યા બાદ સાત લોકો ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેની કારની સોયાબીન લઈ જઈ રહેલા ટ્રક સાથે ટક્કર થઈ હતી. આ અકસ્માતની ઘટના એટલી ગંભીર હતી કે, કારનું પડીકું વળી ગયું હતું અને આગળનો ભાગ બહાર આવી ગયો હતો. સ્થાનિક લોકોએ આ આકસ્માતની જાણ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના પગલે રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો. હાલ પોલીસ અકસ્માતની ઘટનાની વધુ તપાસ કરી રહી છે અને મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે અને પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application