આસામમાંથી દાણચોરી કરી લઇ જવામાં આવતો 500 કીલો પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો સુરક્ષા દળોએ જપ્ત કર્યો છે તેમ પોલીસ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે. કુલ બે સર્ચ ઓપરેશન દરમિયાન કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સર્ચ ઓપરેશન ગુવાહાટી અને કરબી એંગલોંગ જિલ્લામાં હાથ ધરવામાં આવ્યું હતું. પહેલા બનાવમાં 3 થી 3.5 કરોડ રૂપિયાનો ગાંજો ગુવાહાટીનાં ગોરચુક વિસ્તારમાંથી એક ટ્રકમાંથી પકડવામાં આવ્યો હતો તેમ ગુવાહાટીનાં જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ પાર્થા સીરથી મહાંતાએ એક નિવેદનમાં જણાવ્યું છે.
જયારે ધરપકડ કરાયેલા 4 લોકો બિહારના વતની છે. મુખ્યપ્રધાન હિમાન્તા બિસ્વા શર્માએ પણ ટ્વિટર પર આ અંગેની માહિતી આપી હતી. તેમણે આ સફળ સર્ચ ઓપરેશન બદલ આસામ પોલીસની પ્રશંસા કરી હતી. બીજુ સર્ચ ઓપરેશન કરબી એન્ગલોંગ જિલ્લાના બોકાજાન સબ ડિવિઝનમાં હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશન પોલીસ અને CRPFની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. દલાઇ તિનાલી વિસ્તારની ચેક પોસ્ટ પાસે નાગાલેન્ડથી આવેલ ટ્રક રોકવામાં આવ્યો હતો. ચોક્કસ બાતમીને આધારે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન 19 પેકેટમાં બંધ કુલ 18 કીલો અફણ જપ્ત કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ અફીણની કીંમત 10 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આ ઓપરેશનમાં મણિપુરનાં સેનાપતિ જિલ્લાનાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application