ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા ઓલપાડ ડેપોને ફાળવવામા આવી છે. આ ૬ મિની બસો દૈનિક ૧૦૨ ગામોની ૮૫ ટ્રીપ કરી ૨,૩૧૨ કિમીનું અંતર કાપશે.
આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના વિકાસની સાથોસાથ પરિવહન સુવિધાને પણ તેજ ગતિ મળી છે. રાજ્યના પ્રવાસીઓને એસ.ટી.નિગમની શ્રેષ્ઠ પરિવહન સુવિધા પૂરી પાડવાનો સરકારનો અભિગમ છે. ઓલપાડમાં દૈનિક ધોરણે ૧૯ હજાર કિમીનું અંતર કાપીને મુસાફરોને ગંતવ્યસ્થાને પહોંચાડે છે. ઓલપાડના છેવાડાના ગામોમાં જાહેર પરિવહન સુવિધા વધે એ માટે ૬ મિની બસો ઉપયોગી સાબિત થશે. ઓલપાડ તાલુકાના નાગરિકોને દર પૂનમે જલારામ મંદિર, વીરપુર જવા માટે અનુભવાતી સમસ્યાનું નિવારણ આવ્યું છે. હવે ઓલપાડથી વીરપુર જવા માટે દર પૂનમે બસ રવાના થશે, જેનું ઓલપાડ ડેપોએ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
વધુમાં મંત્રીશ્રીએ જનતાની સુવિધા વધારતી બસોને જનતાએ જ સહિયારા પ્રયાસોથી સ્વચ્છ રાખવા ટકોર કરી હતી. ઓલપાડ ડેપોની જરૂરિયાત વધશે તો આગામી સમયમાં વધુ બસો ફાળવાશે એમ તેમણે ઉમેર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500