તાપી જિલ્લામાં શુક્રવારે કોરોના પોઝીટીવ દર્દીના નવા ૬ કેસ મળી આવ્યા છે. આજે વધુ ૨૦ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. હાલ ૯૦ દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
મળતી માહિતી અનુસાર, તા.૨૮મી મે ના રોજ તાપી જિલ્લામાં કોરોનાના વધુ ૬ કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવના કુલ ૩૮૩૩ કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ ૩૬૨૨ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે ૭૮૭ સેમ્પલ લેવામાં આવ્યા છે.
જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૩ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૧૮ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૨૧ દર્દીઓના મોત નિપજ્યા છે.
જિલ્લામાં આજરોજ નોંધાયેલ નવા ૬ કેસ
- ૩૯ વર્ષિય પુરુષ – કુંભાર ફળિયું–કણજોડ,તા.વાલોડ
- ૩૫ વર્ષિય મહિલા – કુંભાર ફળિયું–કણજોડ,તા.વાલોડ
- ૩૫ વર્ષિય પુરુષ – ચાસા ફળિયું– તીતવા,તા.વાલોડ
- ૫૨ વર્ષિય મહિલા – ચાસા ફળિયું– તીતવા,તા.વાલોડ
- ૨૮ વર્ષિય પુરુષ – બરડીપાડા,તા.ડોલવણ
- ૩૪ વર્ષિય પુરુષ – તુલસી પાર્ક –વ્યારા
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500