અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાના દર્શન કરવા રોજબરોજ શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે, ત્યારે શ્રદ્ધાળુઓને સરળતાથી યાત્રા કરાવવા દેશની 6 મુખ્ય એરલાઈન્સે અયોધ્યાના વાલ્મિકી એરપોર્ટથી 48 ફ્લાઈટોનું સંચાલન કરવાની યોજના બનાવી છે. ડાયરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)એ પણ તેને મંજૂરી આપી દીધી છે. પહેલી એપ્રિલથી ફ્લાઈટોનું સંચાલન શરૂ પણ કરી દેવાયું છે. વર્તમાન યોજના મુજબ અમદાવાદ, બેંગલુરુ, કોલકાતા, દિલ્હી, વારાણસી, જયપુર, પટણા, મુંબઈ, હૈદરાબાદ, દરભંગા, ચેન્નાઈ અને પટણાથી અયોધ્યાના મહર્ષિક વાલ્મિકી એરપોર્ટ સુધી ફ્લાઈટો ઉડાવવા શેડ્યુલ પણ તૈયાર છે. દેશના કેટલાક રાજ્યોમાંથી કુલ 48 ફ્લાઈટોનું સંચાલન થશે. આમાંથી લગભગ 24 ફ્લાઈટો દૈનિક ઉડશે, 14 ફ્લાઈટો અઠવાડિયામાં ત્રણ દિવસ અને બાકીની 10 ફ્લાઈટોનું સપ્તાહમાં ચાર દિવસ અયોધ્યા સુધી સંચાલન કરાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500