રાજકોટમાં હાલ જ એક ગેમમાં લાગેલી આગ બાદ બારડોલીનું તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને શહેરમાં આવેલા પુલ ગેમ ઝોન તેમજ હાલમાં ચાલી રહેલો આનંદ મેળો તાત્કાલિક ધોરણે બંધ કરાવ્યો હતો. જોકે રાજકોટનાં કાલાવડ રોડ પર આવેલ TRP ગેમ ઝોનમાં આગની ઘટના બની હતી જેમાં બાળકો સહિત 25થી વધુ લોકો આગમાં જીવતા ગયા હતા જેથી રાજ્યભરમાં ગેમ ઝોન પર હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જેના ભાગરૂપે સુરજ જિલ્લાનાં બારડોલી ખાતે ફાયર વિભાગ દ્વારા નગરમાં ચાલતા ગેમમાં તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં બારડોલી તાલુકનાં બાબેન ગામે હેપ્પી પ્લેનેટ ગેમ ઝોન પર ફાયર વિભાગ ત્રાટક્યું હતું જ્યાં ફાયરના નિયમ મુજબ જરૂરી સાધનોનો અભાવ જોવા મળ્યો હતો જેથી ફાયર ઓફિસર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી ગેઈમ ઝોન બંધ કરાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application