નિઝરના ડોડવા ગામેથી ગંજી પાનાનો જુગાર રમતા ૬ જણાને કુલ રૂપિયા ૧૫,૫૦૦/- ના મુદ્દામલ સાથે ઝડપી પાડી નિઝર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
માહિતી મુજબ નિઝર પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે તા.૨૬મી ડિસેમ્બર નારોજ નિઝર તાલુકાના ડોડવા ગામે કાંતિલાલ રસાભાઈ પાડવી નાઓના ઘર નજીક દરોડા પાડ્યા હતા, દરોડા દરમિયાન સ્થળ પરથી ગંજી પાનાનો જુગાર રમતા ૬ જુગારીયાઓને જુગારના સાધનો તેમજ રોકડ રકમ સહિત કુલ રૂપિયા ૧૫,૫૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. બનાવ અંગે નિઝર પોલીસે ઝડપાયેલા તમામ જુગારીયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર રમતા ઝડપાયેલા જુગારીયાઓ
(૧) રાકેશભાઈ દગડુભાઈ કુંભાર રહે, નિઝર-તાપી, (૨) રાજુભાઈ આટયાભાઈ પાડવી રહે, જાનીઆંબા,અક્કલકુવા-મહારાષ્ટ્ર, (૩) જંગલસિંગ જાલમસિંગ નાઈક રહે, નાનીસોમવાલ, તલોદા-મહારાષ્ટ્ર, (૪) વિલાસભાઈ દોહરૂભાઈ પાડવી રહે, જાનીઆંબા,અક્કલકુવા-મહારાષ્ટ્ર, (૫) નથુસિંગ રૂખમાનસિંગ વળવી રહે, જાનીઆંબા,અક્કલકુવા-મહારાષ્ટ્ર, (૬) હાવલ્યાભાઈ ફૂલ્યાભાઈ પાડવી રહે, જાનીઆંબા,અક્કલકુવા-મહારાષ્ટ્ર
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500