નર્મદા જિલ્લાનાં ગરુડેશ્વર તાલુકાનાં પીપરીયા ગામમાં જુગાર રમતા જુગારીઓને પોલીસે ઝડપી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ગરુડેશ્વર પોલીસે ચેકીંગ દરમિયાન મોટા પીપરીયા ગામના નર્મદા નદીના કિનારા બાજુ આવેલ ખેતર પાસે લાકડાનો માળો બનાવી કેટલાક ઇસમો મોબાઇલની લાઇટના અજવાળે પત્તા પાનાનો પૈસાનો હાર જીત નો જુગાર રમી રમાડતા વર્ષદભાઇ રસીકભાઇ તડવી (ઉ.વ.૨૨ રહે.મોટા પીપરીયા મંદિર ફળીયુ, ગરુડેશ્વર), વિજય કરશનભાઇ તડવી (ઉ.વ.૩૦., રહે.મોટા પીપરીયા, દુકાન ફળીયુ,ગરુડેશ્વર), ભાનુભાઇ બામણજીભાઇ તડવી (ઉ.વ.૩૫., રહે.મોટા પીપરીયા દુકાન ફળીયુ, ગરુડેશ્વર) દિપકભાઇ કુવેરભાઇ તડવી (ઉ.વ.૪૨, રહે.મોટા પીપરીયા રોડ ફળીયુ, ગરુડેશ્વર), અરવિંદ ભાઇ ભગવાનભાઇ તડવી (ઉ.વ.૫૫., રહે.મોટા પીપરીયા મંદિર ફળીયુ, ગરુડેશ્વર) નાઓ પકડાઇ ગયા હોય તેઓની અંગ ઝડતી દરમ્યાન રોકડા રૂ.૧૮૫૦ તથા દાવ ઉપરના રૂ.૧૪૬૦ મળી કુલ રોકડા રૂ.૩૩૧૦ તથા મોબાઇલ નંગ-૦૩ જેની રૂ.૬૫૦૦ તથા બાઈક નંગ ૦૩ જેની રૂ.૪૫,૦૦૦ મળી કુલ રૂ.૫૪.૮૧૦ મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઇ જઇ તથા મહેશ ભાઇ ઉર્ફે મુન્નો સુમનભાઇ તડવી (રહે.મોટા પીપરીયા, ગરુડેશ્વર) જતાં પોલીસે તેને પણ પકડી તમામ સામે કાયદેસર કાર્યવાહી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500