મનિષા એસ. સુર્યવંશી/તાપી : ડોલવણના અંતાપુર ગામના વચલા ફળિયામાથી વગર પાસ પરમિટે ખુલ્લી જગ્યામા કેટલાક તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા ૬ જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જયારે બે જુગારીઓ પોલીસ રેઈડ જોઈ ભાગી છૂટતા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં હતા. મળતી માહિતી મુજબ, ડોલવણ પોલીસ સ્ટાફના માણસો તારીખ ૨૨/૦૮/૨૦૨૪ના મોડી સાંજે પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ડોલવણ તાલુકાના અંતાપુર ગામના વચલા ફળિયામા આવેલ હિરાભાઈ ચાંગાભાઈ ચૌધરીના ઘરની પાસે આવેલ ખુલ્લી જગ્યામા કેટલાક ઈસમો તીન પત્તીનો હારજીતનો જુગાર રમે છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ પહોંચતા ત્યાં ગોળ કુંડાળું કરી જુગાર રમતા જુગારીઓને ૬ જુગારીઓને ઝડપી પાડ્યા હતા જયારે પોલીસ રેઈડ જોઈ બે જુગારીઓ સ્થળ ઉપરથી ભાગી છૂટ્યા હતા.
આમ, જુગાર રમવાના સાધનો તેમજ ઝડપાયેલ જુગારીઓની અંગઝડતીના રોકડ રૂપિયા તથા દાવ પરના મળી આવેલ રૂપિયા ૧,૧૩૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી જીગ્નેશભાઈ ચૌધરીની ફરિયાદના આધારે ઝડપાયેલ તમામ જુગારીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે બે જુગારીઓને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં હતા.
અંતાપુર ગામેથી જુગાર રમતા ઝડપાયેલ ૬ જુગારીઓ...
૧.અર્તિક મીરાજીભાઈ ચૌધરી (રહે.અંતાપુર ગામ, વચલું ફળિયું, ડોલવણ),
૨.ગુલાબ લાલસિંગભાઈ ચૌધરી (રહે.અંતાપુર ગામ, વચલું ફળિયું, ડોલવણ),
૩.રાકેશ દેવસિંગભાઈ ચૌધરી (રહે.અંતાપુર ગામ, વચલું ફળિયું, ડોલવણ),
૪.નિલેશ સુમનભાઈ ચૌધરી (રહે.અંતાપુર ગામ, વચલું ફળિયું, ડોલવણ),
૫.સુરેશ દાનસિંગભાઈ ચૌધરી (રહે.અંતાપુર ગામ, વચલું ફળિયું, ડોલવણ) અને
૬.કૌશિક નાણજીભાઈ ચૌધરી (રહે.અંતાપુર ગામ, વચલું ફળિયું, ડોલવણ).
વોન્ટેડ બે જુગારીઓ...
૧.દિલીપ નશવંતભાઈ ચૌધરી (રહે.અંતાપુર ગામ, વચલું ફળિયું, ડોલવણ) અને
૨.મહેશ ધીરૂભાઈ ચૌધરી (રહે.અંતાપુર ગામ, વચલું ફળિયું, ડોલવણ).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500