Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કુકરમુંડાનાં ઝાપાઆમલી ગામેથી જુગાર રમતા ૬ જુગારીઓ ઝડપાયા

  • August 28, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાનાં કુકરમુંડા તાલુકાનાં ઝાપા આમલી પટેલ ફળિયામાંથી વગર પાસ પરમિટે ખુલ્લી જગ્યામા ગંજીપાનાનો હારજીતનો જુગાર રમતા ૬ જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફના માણસો તારીખ ૨૬/૦૮/૨૦૨૪ના પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા.


તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, કુકરમુંડાના ઝાપાઆમલી પટેલ ફળિયામાં રહેતા દિલીપભાઈ પારાજ્યાભાઈ પાડવી નાઓના ઘરની પાસે આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પૈસા વડે ગંજી પાનાનો હારજીતનો જુગાર રમી રમાડી રહેલ છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ પહોંચતા ત્યાં ગોળ કુંડાળું કરી પૈસા વડે દાવ ઉપર હાર જીતનો જુગાર રમતા ૬ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. આમ, પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમવાના સાધનો અને રોકડ રૂપિયા ૩,૪૬૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી મેહુલભાઈ અરવિંદભાઈની ફરિયાદના આધારે ઝડપાયેલ તમામ જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


જુગાર રમતા ૬ જુગારીઓ ઝડપાયા...

૧.દિલીપ પારાજ્યાભાઈ પાડવી (રહે.ઝાપાઆમલી ગામ, કુકરમુંડા),

૨.કાથુ રહેમાભાઈ વસાવે (રહે.ઈંટવાઈ ગામ, કુકરમુંડા),

૩.અબ્દુલ કાલુ મકરાણી (રહે.સોરાપાડા ગામ, અક્કલકુવા, જિ.નંદુરબાર),

૪.ગીરધન વિજેસિંગભાઈ પાડવી (રહે.ઉમરકુવા ગામ, અક્કલકુવા, જિ.નંદુરબાર),

૫.ભિલજી જાતર્યાભાઈ પાડવી (રહે.નેનસેવડી ગામ, અક્કલકુવા, જિ.નંદુરબાર) અને

૬.વિશાલ ગિરજીયાભાઈ નાઈક (રહે.ઝાપાઆમલી, કુકરમુંડા).



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News