Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં ભુરીવેલ ગામે 6 જુગારીઓ ઝડપાયા, ઉકાઈ પોલીસે જુગારીઓ સામે ગુનો દાખલ કર્યો

  • October 30, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ભુરીવેલ પોસ્ટ ઓફીસ ફળિયામાંથી આંબાના ઝાડની નીચે ગોળ કુંડાળું કરી ગંજી પાનાનો જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે ઉકાઈ જી.બી.ઈ. ગેટ પાસે આવતાં ખાનગી રાહે બાતમી મળી હતી કે, ભુરીવેલ પોસ્ટ ઓફીસ ફળિયામાં આંબાના ઝાડની નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા મળી ગોળ કુંડાળું કરી ગંજી પાનાનો હાર જીતનો જુગાર રમે છે.


તાપીમિત્રના વોટ્સઅપ ન્યુઝ ગ્રુપમાં જોડાવા માટે 7820092500 પર hi લખી મોકલો...


જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ પહોંચતા આંબાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં 6 જુગારીઓ જાહેરમાં ગોળ કુંડાળું કરી જમીન ઉપર પાથરણું પથારી રૂપિયા વતી હાર જીતનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. આમ, પોલીસે સ્થળ ઉપરથી ઝડપાયેલ જુગારીઓની અંગઝડતી કરતા તેમની પાસેના રોકડ રકમ, 4 નંગ મોબાઈલ અને જુગાર રમવાના સાધનો મળી કુલ રૂપિયા 17,820/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસે ઝડપાયેલ જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


જુગાર રમતા ઝડપાયેલ 6 જુગારીઓ...

1.શૈલેશ ચંદુભાઈ ગામીત (રહે.ઘોડા ગામ, પીપળા ફળિયું, સોનગઢ),

2.અનીલ નપુરિયાભાઈ ગામીત (રહે.થુટી ગામ, ઉચ્છલ),

3.સંજય વસંતભાઈ ચૌહાણ (રહે.ભુરીવેલ ગામ, ભરવાડ ફળિયું, સોનગઢ),

4.પંકજ સુભાષભાઈ ચૌધરી (રહે.ઉકાઈ ગામ, વર્કશોપ બજાર, સોનગઢ),

5.પ્રવીણ મગનભાઈ ગામીત (રહે.ગુણસદા ગામ, પટેલ ફળિયું, સોનગઢ) અને

6.જયેશ વિનોદભાઈ ગામીત (રહે.ભુરીવેલ ગામ, પોસ્ટ ઓફીસ ફળિયું, સોનગઢ).


તાપીમિત્રના વોટ્સઅપ ન્યુઝ ગ્રુપમાં જોડાવા માટે 7820092500 પર hi લખી મોકલો...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application