વલસાડ જિલ્લાનાં પારડીની પાર નદી કિનારે આવેલી એક વાડીમાં બાતમીનાં આધારે પોલીસે છાપો મારીને રૂપિયાની હારજીતનો જુગાર રમતા છ જુગારીને ઝડપી પાડયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પારડી પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, પાર નદી કિનારે આવેલી રમેશભાઈ ભગાભાઈની વાડીમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગોળ કુંડાળુવળી રૂપિયાની હાર જીતનો જુગાર રમે છે.
જે બાતમીનાં આધારે પોલીસે ટીમ બનાવી બાતમીવાળા સ્થળે છાપો માર્યો હતો. ત્યારે ત્યાં જોતા ગોળ કુંડાળુ વળીને જુગાર રમી રહેલા બાબુલાલ મિશ્રાજી પુરોહિત, જીતુ બાબુભાઈ હળપતિ, રાકેશ દિનેશ પટેલ, પ્રભાત અરવિંદ પટેલ, રાજકુમાર ઓમકાર સિંગ ગેહલોત અને અમૃત ગંગારામ પટે જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. ઘટના અંગે પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા ૧૦,૧૧૦/- અને ચાર નંગ મોબાઈલ કુલ રૂપિયા ૩૦,૪૧૦/-નો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે જુગાર કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500