Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જુગાર રમતા ૬ જુગારિયાઓ ઝડપાયા 

  • September 02, 2020 

નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ ના માર્ગદર્શન અને કડક સૂચના મુજબ નર્મદા જિલ્લામાં દારૂ જુગાર ના વેપલા પર પોલીસની સતત વોચ હોય ગતરોજ રાજપીપળા માં બે અલગ અલગ જગાયાઓ પર પોલીસે જુગાર પર છાપો મારી ૬ જુગરિયાને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

 

રાજપીપળા માં ગાર્ડન પાસે જુગાર રમતા ૬ જુગરિયાઓ પૈકી હરમીત અજયભાઇ રાઠોડ,વસીમ મનસુરભાઇ મનસુરી,પરબત હિરાભાઇ વાદી, તેમજ નવા ફળીયા ખાતે જુગાર રમતા સબિર હુસેન સમશેરખાન બલુચી,ફિરોજ ઈસ્માલભાઈ અને સાજીદખાન પઠાણ મળી કુલ ૬ ને હારજીતનો જુગાર રમી રમાડતા ઝડપી પાડી આ બંને જુગાર પૈકી જુગરિયાઓ પાસે થી પોલીસે નવા ફળીયા માંથી રૂ.૫૨,૦૦/- તેમજ ગાર્ડન પાસે ના જુગાર પરથી રૂ.૭૮૦/- મળી કુલ- રૂ.૫૯૮૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application