Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી જિલ્લાનાં કાર્યરત 6 ગેમઝોન તાત્કાલિક અસરથી બંધ કરાવ્યા

  • May 28, 2024 

રાજકોટ ગેમઝોનના અગ્નિકાંડ બાદ નવસારી જીલ્લા તંત્ર હરકતમાં આવ્યું છે. જેથી નવસારી જીલ્લા તંત્ર દ્વારા જીલ્લાના ગેમઝોનમાં સુરક્ષાના માપદંડોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તેમજ તંત્રએ જીલ્લાના કાર્યરત 6 ગેમઝોન તાત્કાલિક અસરથી બંધ કરાવ્યા હતા. રાજકોટમાં નાના માવા રોડ પર વેલ્ડીંગ કામ કરતી વખતે સિલિન્ડર ફાટ્યું હતું. જેના કારણે ટીઆરપી મોલ ખાતે આવેલું ગેમઝોન પણ આગની ચપેટમાં આવી ગયું હતું. આ ભભૂકેલી આગને કારણે આખું ગેમઝોન માત્ર 30 સેકન્ડમાં જ બળીને ખાખ થઈ ગયો હતો. જેના પગલે ગેમઝોનમાં હાજર બાળકોના મોત નીપજ્યા હતા. સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ બાદ ગુજરાત સરકારે તમામ મિલકતોમાં ફાયર સેફટી ફરજીયાત લગાવવાનો આદેશ કર્યો હતો. ત્યારે હવે રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ થયા બાદ ગુજરાત સરકાર ફરી એકશનમાં આવ્યું છે.


ગાંધીનગર ગૃહ વિભાગ દ્વારા રાજકોટ જેવી ગંભીર ઘટનાઓ ન બને તે માટે સમગ્ર જીલ્લાના કલેકટર અને મેજીસ્ટ્રેટને સુચના આપવામાં આવી હતી. જેથી નવસારી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા નવસારી જીલ્લામાં કાર્યરત ગેમઝોનમાં ચકાસણી કરવામાં આવી હતી. જેમાં વહીવટી તંત્રએ ગેમિંગ ઝોનની મંજુરી આપવા બાબતે, મંજુરી આપતી વખતે કઈ-કઈ બાબતો ધ્યાને લેવામાં આવી, ગેમિંગ ઝોનના બાંધકામ બાબતે સ્થાનિક તંત્રની મંજુરી મેળવવામાં આવી છે કે કેમ તેમજ બાંધકામ નિયમાનુસાર કરવામાં આવી છે કે, ફાયર વિભાગની એન.ઓ.સી. મેળવવામાં આવી છે કે કેમ, ફાયર સેફટી તેમજ આકસ્મિક સંજોગોમાં રાહત અને બચાવ માટેની શું વ્યવસ્થા ઉપલબ્ધ છે કે કેમ, ઈમરજન્સી એક્ઝીટ માટેની વ્યવસ્થા છે કે કેમ, તેમજ સબંધિત ઓથોરીટી દ્વારા સમયાંતરે ચકાસણી કરવામાં આવે છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી છે.


જેથી નવસારી જીલ્લામાં કાર્યરત 6 ગેમઝોન તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવ્યા છે. ઇટાળવા વિશાલનગરની સામે ધ વિલ્સન પોઈન્ટમાં આવેલું ફનકીડો, ફન ફોર યુ, નેશનલ હાઈવે નં. 48 ઉપર ઉન ગામે ઉદય પેલેસ હોટલમાં આવેલ બેલી વેલી રિસોર્ટ, નેશનલ હાઈવે નં. 48 ઉપર મજીગામે આવેલ એસ.એસ. ગેમઝોન, ચીખલી નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આવેલા ફૂડ એન્ડ ફન મેળા તેમજ બીલીમોરા જવાહર રોડ પર વાંકા મહોલ્લામાં આગમ આર્કેડ ખાતે આવેલા કેન્ડી કિડસ ગેમઝોન બંધ કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application