Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્રનાં બુલઢાણામાં બે બસ બચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 6 લોકોનાં મોત, 21 લોકો ઈજાગ્રસ્ત

  • July 29, 2023 

મહારાષ્ટ્રનાં બુલઢાણા જિલ્લામાં વહેલી સવારે એક ભયાનક અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં 6 લોકોનાં મોતના સમાચાર સામે આવ્યા છે, જ્યારે 21 મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અક્સમાતનાં પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો છે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની વધુ વિગત મુજબ જિલ્લાના મલકાપુર શહેર પાસે નેશનલ હાઈવે-6 પર આ અકસ્માત થયો હતો. મલ્કાપુર પોલીસ સ્ટેશનના એસ.એચ.ઓ.ના જણાવ્યા અનુસાર, એક બસ અમરનાથ યાત્રીઓને લઈને હિંગોલી જઈ રહી હતી.



જ્યારે બીજી બસ નાગપુરથી નાસિક જઈ રહી હતી ત્યારે વહેલી સવારે બંને બસોની સામસામે જોરદાર ટક્કર થતા અકસ્માતની ઘટના બની હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓએ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જેમાં 6 લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા હતા. ઘટના બાદ રોડ પરનો વાહનવ્યવહાર લાંબા સમય સુધી ખોરવાઈ ગયો હતો. અકસ્માતની ગંભીરતાને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application