Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના ચિમકુવા માંથી ઇંગ્લિશદારૂની હેરાફેરી કરતા ૬ જણા પકડાયા, ૩ વોન્ટેડ

  • June 25, 2022 

સોનગઢના ચીમકુવા ગામના પટેલ ફળીયામાં જંગલ તરફ જતા રોડ ઉપરથી બાતમીના આધારે શુક્રવાર નારોજ તાપી પ્રોહી સ્કોડ પોલીસ સ્ટાફના માણસોએ વોચ ગોઠવી મોટર સાયકલ તેમજ મોપેડ ગાડી ઉપર ઇંગ્લિશદારૂ હેરાફેરી કરતા ખેપિયાઓ તેમજ તેમનું પાયલોટિંગ કરતા શખ્સ સહિત કુલ ૬ ખેપિયાઓને ઝડપી પાડી ઇંગ્લિશદારૂ અને વાહનો તેમજ પકડાયેલા આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૧,૪૭,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે ઇંગ્લિશદારૂ ભરી આપનાર અને મંગાવનાર ૩ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. 


ઇંગ્લિશદારૂ હેરાફેરી કરતા પકડાયેલા ખેપિયાઓ 
  1. વિપુલભાઈ રમેશભાઈ ગામીત રહે, નાની ભુરવાણ બંગલી ફળિયું- સોનગઢ 
  2. નિતેષભાઈ સાંતુંભાઈ ગામીત રહે, ટોકરવા ગામ મિસ્ત્રી ફળિયું- સોનગઢ 
  3. સતીષભાઈ રમેશભાઇ ગામીત રહે, નાની ભુરવાણ બંગલી ફળિયું- સોનગઢ 
  4. દાઉદભાઈ જયંતીભાઈ ગામીત રહે, મેઢસિંગી પાંઢર ફળીયું- સોનગઢ 
  5. રસેતભાઈ રમેશભાઇ માવચી રહે, ખેખડા- નવાપુર ( મહારાષ્ટ્ર)
  6. વિજયભાઇ લીમજીભાઈ ગામીત રહે, મેઢસિંગી પાંઢર ફળીયું- સોનગઢ


વોન્ટેડ આરોપીઓ 
  1. દીપકભાઈ ઉર્ફે કાદર ઈશરીયાભાઈ ગામીત રહે, ખેખડા ગામ નવાપુર (મહારાષ્ટ્ર)
  2. સુલેમાનભાઈ રતિલાલભાઈ ગામીત રહે, કરંજવેલ ગામ ખ્રિસ્તી ફળિયું- વ્યારા 
  3. દાનીયેલભાઈ સુમનભાઈ ગામીત રહે, ખુરદી ગામ- ખુરદી ગામ - વ્યારા




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application