Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:પોલીસ ચોકીમાં રૂ.5000/-ની લાંચ લેતા હેડકોન્સટેબલ એસીબીના છટકામાં ઝડપાયો:તપાસ શરૂ

  • August 06, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા પોલીસ સ્ટેશનનો હેડકોન્સટેબલ અને ખાનગી માણસ ને પોલીસ વ્યારા ખાતે ચોકીમાં બેઠાબેઠા રૂપિયા 5000/-ની લાંચ સ્વીકારતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા છે,બનાવના પગલે પોલીસ બેડામાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. વ્યારા પોલીસ મથકે થયેલ અરજી મામલે અરજદાર અને ફરીયાદી વચ્ચે સમાધાનની પતાવટ કરી આપવા માટે સંજયભાઈ નારાયણભાઈ પાટીલ બ.ન.339 હોદ્દો,અ.હે.કો,વર્ગ-3,અને કમલેશભાઈ ખંડુભાઈ દેસલે-પોલીસ કોન્સટેબલ બંને જણાએ રૂ,5000/-ની માંગણી કરી હતી,જે બાબતે એસીબીને ફરિયાદ કરવામાં આવતા એસીબી પીઆઈ-એસ.આર.પટેલ,વલસાડ અને ડાંગ એસીબીના જવાનોએ લાંચિયાઓને પકડવા છટકું ગોઠવ્યું હતું.જેમાં આજરોજ વ્યારા નગરમાં જુના બસ સ્ટેશન પાસે આવેલ પોલીસ ચોકીમાં હેડકોન્સટેબલ સંજય પાટીલ અને ખાનગી માણસ ગણેશભાઈ નટુભાઈ ચૌધરી રૂપિયા 5000/-ની લાંચ સ્વીકારતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા છે,પકડાયેલા લાંચિયાઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.બનાવના પગલે પોલીસ બેડામાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે,


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application