તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ;સોનગઢ તાલુકાના કપડબંધ ગામની સીમમાં તા.4-ઓગસ્ટ નારોજ,રિઝર્વ જંગલના કમ્પાર્ટમેન્ટ નંબર 270 માં સાગી વૃક્ષો કપાયેલ સ્થળ પર ફોરેસ્ટર અને વનકર્મીઓ બેસેલ હતા તે વેળાએ ચારેક જણા તે સ્થળ પર આવી પહોંચતા વનકર્મીઓ અને ફોરેસ્ટરને કહેલ કે,તમે અહીંયા કેમ આવેલ છો? તેમ કહી બોલાચાલી કરી હતી તેમજ લાકડી સપાટા વડે મારમારી ઈજા પહોંચાડી હતી,જોકે હુમલાખોરોની ઓળખ થઇ ગઈ હતી.બનાવ અંગે કાયદેસરની ફરજમાં રુકાવટ અંગે ફોરેસ્ટર હિતેન્દ્રભાઈ ગુમાનભાઈ ચૌધરી રહે,રાઉન્ડ હેડકોટર્સ-ઉમરદા-સોનગઢ નાએ પોલીસ મથકે ફરિયાદ કરી છે.જેમની ફરિયાદને આધારે શંકરભાઈ ભીલુભાઈ પવાર અને શંકુભાઈ પવાર બંને રહે,સાજુપાડા,તાલુકો-સુબીર-ડાંગ તેમજ અન્ય બે ઈસમો સામે સોનગઢ પોલીસ મથકે ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે,આગળની વધુ તપાસ સોનગઢ પોલીસ સ્ટેશનના psi જે.કે.શ્રીમાળી કરી રહ્યા છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500