Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:લકઝરીયસ કારમાં ઈંગ્લીશ દારૂ સપ્લાય કરતા એક પકડાયો:બે જણા વોન્ટેડ

  • August 06, 2018 

વ્યારા:વ્યારા પોલીસના જવાનોએ વીરપુર ફાટક પાસેથી આજરોજ ઈંગ્લીશ દારૂ સપ્લાય કરતા એક જણાને લકઝરીયસ કાર સાથે પકડી પાડ્યો છે,જયારે દારૂ ભરી આપનાર અને મંગાવનાર બે જણા ને પોલીસ ચોપડે ફરાર જાહેર કરવામાં આવ્યા છે,આ બનાવમાં ઈંગ્લીશ દારૂ સહિત રૂ.5,40,400/-નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ કોન્સટેબલ વિજયભાઈ બબાભાઈની ફરિયાદને આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર વ્યારાના વીરપુર ફાટક પાસેથી આજરોજ એટલેકે,5મી ઓગસ્ટ નારોજ 12:30 કલાકના અરસામાં લકઝરીયસ કાર માંથી મહારાષ્ટ્ર બનાવટનો 384 ઈંગ્લીશ દારૂની બોટલો સાથે મહેન્દ્રભાઈ કૈલાસભાઈ નેરકર રહે,કાકરાપાર રોડ,અભિલાષા સોસાયટી-વ્યારા ની અટક કરવામાં આવી છે,વ્યારા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એસ.પટેલ ની સુચનાને આધારે હેડકોન્સટેબલ-કરણસિંહ અમર સિંહ,પોલીસકોન્સટેબલ-વિનોદભાઈ પ્રતાપભાઈ,હેડકોન્સટેબલ-અજયભાઈ સુદામભાઈ,પોલીસકોન્સટેબલ-બ્રિજરાજભાઈ પ્રતિકભાઈ તેમજ કોન્સટેબલ સેમ્યુલભાઈ મનહરભાઈ નાઓ મળેલ બાતમીને આધારે આજરોજ વીરપુર ફાટક પાસે વોચ ગોઠવી હતી તે સમય દરમિયાન લાલ કલરની એક બ્રેઝા કાર નંબર GJ-26-N-2432 માં તપાસ કરતા મહારાષ્ટ્ર બનાવટની જુદીજુદી બ્રાંડની વિસ્કી બોટલ નંગ-384 જેની કીં.રૂ.38,400/-,નો ઈંગ્લીશ દારૂ મળી આવ્યો હતો,આ બનાવમાં મહેન્દ્રભાઈ કૈલાસભાઈ નેરકરની અટક કરવામાં આવી છે.જેની પાસેથી એક સેમસંગ કંપનીનો મોબાઈલ કીં.રૂ.2,000/-નો ફોન કબજે કરવામાં આવ્યો છે,તેની સઘન પૂછપરછ દરમિયાન ઈંગ્લીશ દારૂનો જથ્થો સીધ્ધુ ઉર્ફે સિધ્ધાર્થ ચિત્તે રહે,ઝરાલી ફળિયું,નારણપુર-ઉચ્છલ નાએ ભરાવી આપ્યો હતો તેમજ મેહુલ ઉર્ફે મહેશભાઈ સિંગાભાઈ ગામીત રહે,મોટુંફળિયું,ચિખલદા-વ્યારા નાએ દારૂ મંગાવ્યો હોવાનું પોલીસ તપાસમાં બાહર આવતા બંને જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.વ્યારા પોલીસ સ્ટેશન ડાયરીમાં ત્રણેય સામે પ્રોહી એક્ટની કલમ 65ઈ,81,98,(2) મુજબ ગુન્હો દાખલ કરી ઈંગ્લીશ દારૂ અને કાર સહિત રૂપિયા 5,40,400/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.આગળની વધુ તપાસ psi એસ.જી.રાઠોડ કરી રહ્યા છે.    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application