તાપીમિત્ર ન્યુઝ,ઉચ્છલ:ઉચ્છલ-નિઝર માર્ગ પર આવતું ધારેશ્વર ગામની સીમમાં ૩-ઓગસ્ટ નારોજ,રૂ ની ગાંસડીઓ ભરેલી ટ્રકમાં આગ લાગવાથી કુલ રૂ.૨૩,૬૩,૮૫૫/-નું નુકશાન પહોંચ્યું હોવાનો બનાવ ઉચ્છલ પોલીસ મથકે રજીસ્ટર થયો છે.
ખરગોન-એમપી ખાતે થી ૧૦૦ નંગ રૂ ની ગાંસડીઓ ભરી ગૃરૂકૃપા ટ્રાન્સપોર્ટ સેંધવા-એમપી મારફત સેંધવાથી આલોક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સેલવાસ-દાદરા નગર હવેલી ખાતે ડિલિવરી કરવા માટે નીકળેલી ટ્રકને ઉચ્છલ-નિઝર માર્ગ પર આવતું ધારેશ્વર ગામની સીમમાં ટ્રક નંબર એમપી-૦૯-એચજી-૨૫૯૮ ને ૩જી-ઓગસ્ટ નારોજ રાત્રે ટ્રકનું ક્લીનર સાઇટનું ટાયર અચાનક ફાટતા ચાલકનું સ્ટેયરિંગ પરનો કાબુ નહિ રહેતાં રોડની સાઇટે આવેલ એક ઝાડ સાથે ટ્રક અથડાઈ જવાથી ટ્રકની હેડ લાઈટ તૂટી જવાથી તેમાં વાયરિંગમાં શોર્ટ સરકીટ થતા હેડ લાઈટ ની ઉપર પાવર સ્ટેયરિંગ માટે પ્લાસ્ટીકની ઓઇલ ભરેલ ડબ્બો મુકેલ હોય,એક દમ ધુમાડો નીકળવા લાગતા તેમજ સળગવા લાગતા ટ્રક પણ સળગવા લાગેલ જેના કારણે ટ્રકમાં ભરેલ રૂ ની ગાંસડીઓ આગની ઝપેટમાં આવી ગઈ હતી.જોતજોતામાં રૂ ની તમામ ગાંસડીઓ બળી ને ખાક થઈ ગઈ હતી,આગ લાગવાના કારણે ટ્રક ને પણ ભારે નુકશાન પહોંચ્યું હોય કુલ રૂપિયા ૨૩,૬૩,૮૫૫/-નું નુકશાન પહોંચ્યું હોવાની ફરિયાદ ઉચ્છલ પોલીસ મથકે ટ્રક ચાલક ફૈજલખાન મુનુખાન ખાને કરી હતી.જેમની ફરિયાદને આધારે બનાવ રજીસ્ટર કરી આગળની વધુ તપાસ psi બી.સી.સોલંકી કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application