તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:ડોલવણ પોલીસે બુટલેગરોને પકડવા કમરકસી છે.છેલ્લા ત્રણ-ચાર દિવસ દરમિયાન જુદાજુદા સ્થળો પરથી આશરે 2 લાખથી વધુનો ઈંગ્લીશ દારૂ સાથે ચાર જણાને પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે,દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતી ત્રણ લકઝરીયસ કાર સહિત કુલ રૂ.7,24,085/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે,
તાપી જિલ્લાના ડોલવણ તાલુકા માંથી પસાર થતા જુદાજુદા માર્ગો પરથી બેખોફ દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને પકડવા ડોલવણ પોલીસે લાલ આંખ કરી છે,તા.1-ઓગસ્ટ નારોજ કમલાપુર ગામના ખેતરડી રસ્તા ઉપરથી આશરે રૂપિયા 96,000/-નો ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-192 ભરી લઈ જતી સ્વીફ્ટ કાર નંબર MH-04-FR-3151 ને ફિલ્મી ઢબે ઝડપી પાડવામાં આવી હતી,કાર માંથી એક નંબર પ્લેટ નંબર GJ-27-K-8373 પણ મળી આવી છે,જેમાં દારૂ સહિત કુલ્લે રૂ.2.46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો,જોકે આ બનાવમાં આરોપીઓ ફરાર થઇ હતા,તા.3-ઓગસ્ટ નારોજ,વૃંદાવન સુગર ફેક્ટરી પાસેથી પસાર થતા માર્ગ ઉપરથી હુંડાઈ કંપનીની કાર નંબર GJ-05-JP-5092 માં તપાસ કરતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 210 કીં.રૂ.26,830/- ના દારૂ સાથે નિલેશભાઇ અશોકભાઈ પટેલ રહે,જે.બી.નગર,પરબત પાટિયા-સુરત અને વિકીભાઈ જગદીશભાઈ ગાંજાવાલા રહે,હીરાનગર સોસાયટી,પરબત પાટિયા-સુરત,બંને જણા પાસેથી મળી આવેલ મોબાઈલ નંગ 3,તેમજ અંગ ઝડતીના રોકડ રૂ.9,0155/-,તથા કાર સહિત રૂ.1,90,485/-ના મુદ્દામાલ સાથે જેલ ભેગો કરવામાં આવ્યો હતો તેજ પ્રકારે આજરોજ એટલેકે,4-ઓગસ્ટ નારોજ,ડોલવણના પાઠકવાડી નજીક પોલીસ ચેકપોસ્ટ પાસેથી એક ડસ્ટર કાર નંબર GJ-06-FK-1598 માં તપાસ કરતા પાસપરમીટ વગરનો ઈંગ્લીશ દારૂની બાટલી નંગ 168 કીં.રૂ.84,000/- ના દારૂ સાથે સંજયભાઈ ગોરધનભાઈ પળપદા રહે,કોસીદ્રા-પળપદા નિવાસફળિયું તા,અકલાવ-આંણદ અને સંદીપભાઈ મફતભાઈ રાવળ રહે,કોસીદ્રા-પ્રજાપતિનિવાસફળિયું તા,અકલાવ-આંણદ,બંને જણાને પકડી પાડી તેમની પાસેથી અંગ ઝડતીના નાણા રોકડ રૂ.26,00/-,મોબાઈલ ફોન નંગ 2 તેમજ કાર સાથે કુલ રૂપિયા 2,87,600/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.જયારે દારૂ મંગાવનાર શંકરભાઈ સીતારામભાઈ મોરે તેમજ ઉદવાડા થી ઈંગ્લીશ દારૂ ભરી આપનાર મુકેશ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે,ડોલવણ પોલીસ દ્વારા ત્રણ જુદાજુદા બનાવોમાં પકડવામાં આવેલા ઈંગ્લીશ દારૂમાં અત્યાર સુધી રૂપિયા 7,24,085/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.ત્રણેય બનાવમાં ડોલવણ પોલીસ સ્ટેશનના psi કે.એમ.છાસીયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500