તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરેલ જોગવાઇ અનુસાર વાહનો પર હાઇ સીક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવી ફરજીયાત છે.રાજ્યમાં 16 નવેમ્બર,2012 થી હાઇ સીક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવાની કામગીરી આર.ટી.ઓ/એ.આર.ટી.ઓ. ખાતે શરૂ કરવામાં આવી છે.
રાજ્યના જુના વાહનોમાં હાઇ સીક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવા માટેની આખરી તા.31/07/2018 જાહેર કરવામાં આવી હતી જે સંદર્ભે હાઇ સીક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવા માટે નાગરિકોના આર.ટી.ઓ./એ.આર.ટી.ઓ. ખાતે વધુ પડતા ઘસારાને અનુસંધાને તેમજ નાગરિકોની વધુ સગવડતાને ધ્યાને રાખી હાઇ સીક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવા માટેની તા.31/08/2018 સુધી લંબાવવામાં આવી છે.જે તારીખ સુધીમાં વાહનો પર હાઇ સીક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાડવી ફરજિયાત રહેશે જેની નાગરિકોએ નોંધ લેવા ખાસ ફરજ પરના અધિકારી,વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરી,ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application