દેશભરમાં રવિવારે લેવાયેલ UPSCની પરીક્ષામાં સુરત કેન્દ્ર પરથી બે સેશન થઇને કુલ 59.59 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પ્રથમ સેશન બાદ બીજા સેશનમાં 27 ઉમેદવાર પરીક્ષા આપવાથી દૂર રહ્યા હતા. સુરત શહેરમાં સતત ત્રીજા વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા UPSCની પરીક્ષા માટે કેન્દ્ર ફાળવાયું હતુ. આ વર્ષે UPSCની પરીક્ષા આપવા માટે સુરત કેન્દ્રની 4917 ઉમેદવારે પસંદગી કરી હતી. જોકે રવિવારે બે સેશનમાં પરીક્ષા લેવાઇ હતી. આ ઉમેદવારોની બેઠક વ્યવસ્થા 16 સેન્ટરો પર કરાઇ હતી.
પરીક્ષાનાં પ્રથમ સેશનમાં નોંધાયેલા કુલ 4917માંથી 2940 હાજર અને 1973 ગેરહાજર રહ્યા હતા. તો બપોરનાં બીજા સેશનમાં 4917માંથી 2000 ગેરહાજર અને 2917 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પ્રથમ સેશન કરતા બીજા સેશનની 27 ઉમેદવાર પરીક્ષા આપવા માટે આવ્યા ના હતા. આમ બંને સેશન થઇને કુલ 59.59 ટકા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષા પર નજર રાખવા માટે ખાસ ઓબ્ઝર્વર પણ મુકાયા હતા. જયારે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application