Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લાજપોર મધ્યસ્થ જેલમાંથી કાચા/પાકા કામના ૫૯ કેદીઓને જેલમુકત કરવામાં આવ્યા,વિગતે જાણો

  • May 18, 2021 

સુપ્રિમકોર્ટના આદેશાનુસાર જેલમાં રહેલા કેદીઓમાં કોરોનાનો વાઈરસ વ્યાપક ન ફેલાય તે માટે જરૂરી દિશા-નિર્દેશો કરવામાં આવ્યા છે. જે અનુસાર સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે હાઈ પાવર કમિટી ગાઈડ લાઈન અનુસાર કેદીઓના આરોગ્ય અને કલ્યાણ સંદર્ભે જેલમાં કેદીઓની ગીચતા ઓછી થાય તે માટે સાત વર્ષ સુધીની કે તેથી ઓછી સજાની જોગવાઈ હોય તેવા કાચા/પાકા કામના ૫૯ કેદીઓને તા.૧૭મી મેના રોજ વચગાળા જામીન ઉપર જેલમુકત કરવામાં આવ્યા છે.

 

 

 

 

જેલ મુકત થનાર તમામ કેદીઓને કરૂણા ટ્રસ્ટ સુરત દ્વારા રાશનકિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કિટ્સને જેલના અધિક્ષકશ્રી મનોજ નિનામા, નાયબ અધિક્ષકશ્રી ડી.એસ.પુનડીયા, નાયબ અધિક્ષકશ્રી પી.જી.નરવાડેના હસ્તે કેદીઓને વિતરણ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application