રાજપીપલા:તિલકવાડા ના કોઠી નજીક નાળા બનાવવાનું કામ કરતા એક કામદારનું મોત સેંટિંગ નીચે દબાઈ જતા મોટ નીપજ્યું હોવાનો બનાવ બનવા પામ્યો છે.કોઠી ગામ પાસે બની રહેલા નાળા નીચે કામ કરતા એક મજુર સેન્ટીંગ નીચે દબાઈ જતા તેનું સ્થળ પરજ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ મરનાર વ્યક્તિ ક્યાંનો હતો કેવી રીતે આ દુર્ઘટના બની તે હજુ જાણવા મળ્યું નથી પરંતુ તિલકવાડા પોલીસ ના જણાવ્યા મુજબ નાળા નીચે દબાઈ જતા મોત થયું છે અને તેનો મૃતદેહ હમણાં તિલકવાડા સરકારી દવાખાને પી.એમ .માટે લવાઈ રહ્યો છે આ દુર્ઘટના માં કોની ભૂલ થી કામદારે જીવ ગુમાવ્યો એ બાબત તપાશ બાદ બહાર આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application