Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભાવનગરમાં આવતીકાલે 16 કેન્દ્રો પર 5835 વિદ્યાર્થીઓ NEETની પરીક્ષા આપશે

  • May 04, 2024 

મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા દર વર્ષે નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા લેવાતી નીટ એક્ઝામ આગળના પ્રવેશ માટે મહત્વની બની રહે છે અને આ ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓનો ધસારો વધતો રહ્યો છે. તારીખ 5 મેના રોજ 16 કેન્દ્રોમાં 5835 વિદ્યાર્થી પરીક્ષા આપશે જેની સુરક્ષા માટે આ વર્ષે તમામ કેન્દ્રો પર પરીક્ષા દરમિયાન ઝામર ફીટ કરવામાં આવશે. અંડર ગ્રેજ્યુએટ્સ માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એ સમગ્ર ભારતમાં વિવિધ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ અને ડેન્ટલ પ્રોગ્રામ્સ માટેનું એક પ્રવેશદ્વાર છે. NEET 2024નું આયોજન નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા 5 મે’ને રવિવારના રોજ કરવામાં આવ્યું છે. આ પરીક્ષા હિન્દી, અંગ્રેજી સહિત 13 ભાષામાં લેવામાં આવે છે જેની હોલ ટિકીટ ડાઉનલોડ કરવા સાઇટ ઓપન કરી દેવાય છે.


આ પરીક્ષામાં 720 માર્કસના પ્રશ્નો સંપૂર્ણ ઓએમઆર પદ્ધતિથી પુછવામાં આવે છે જેમાં માઇનસ પદ્ધતિ પણ છે. આગામી તા.5ના રોજ યોજાનાર નીટની પરીક્ષા માટે 11થી 1.30 એન્ટ્રી સમય રહેશે. જ્યારે 2 થી 5.20 પરીક્ષાનો સમય રહેશે. નેશનલ કક્ષાની પરીક્ષાની સુરક્ષા માટે આ વર્ષથી તમામ પરીક્ષા કેન્દ્રો પર જામર લગાડવાનું આયોજન કરાયું છે જેથી પરીક્ષા દરમિયાન કેન્દ્રના અને નજીકના તમામ મોબાઇલ બંધ પડી જશે. તો બીજી તરફ સુરક્ષા વ્યવસ્થા જાળવવા જાહેરનામુ પણ બહાર પડી ચુક્યું છે. (NEET) મેડિકલ ક્ષેત્રે આ વર્ષે ગત વર્ષ કરતા 1000 વિદ્યાર્થીનો વધારો થયો છે તો સાથો સાથ પરીક્ષા કેન્દ્રો પણ વધાર્યાં છે.


ભાવનગરના 16 પરીક્ષા કેન્દ્રોને આ પરીક્ષા લેવા માટે પસંદગી કરાઇ છે. જેમાં સિલ્વર બેલ્સ પબ્લિક સ્કૂલ, અમર જ્યોતિ વિદ્યાલય, સારથી વિદ્યાલય, અમર જ્યોતિ ઇન્ટર નેશનલ સ્કૂલ, એમ.એસ. લાખાણી, વિદ્યાધિશ વિદ્યાસંકુલ, કેપીઇએસ સ્કૂલ, જ્ઞાનમંજરી વિદ્યાપીઠ, જ્ઞાનમંજરી ઇન્સ્ટીટયૂટ સિદસર, જ્ઞાનમંજરી સેકન્ડરી હાયર સેકન્ડરી સ્કૂલ, વિશુદ્ધાનંદ, સેન્ટ મેરીસ, ફાતિમા કોન્વેન્ટ, સેન્ટ ઝેવીયર્સ, સીએમવાયકે પબ્લિક સ્કૂલ, સહજાનંદ મેનેજમેન્ટ ઇન્સ્ટીટયૂટ અકવાડાનો સમાવેશ થાય છે. આ 16 કેન્દ્રો પર ભાવનગરના 5835 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને પરિણામ બાદ મળેલ રેન્ક પ્રમાણે આગળના અભ્યાસ માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે. NEETની આ પરીક્ષાને લઇ પ્રશાસન દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application