તાપીમિત્ર ન્યુઝ,નવસારી:નવસારી શહેરમાં રેલ્વે સ્ટેશન પાસે આવેલ અપ્સરા હોટેલમાં ચાલતું કુટણખાનાનો જીલ્લા એસઓજી એ ડમી ગ્રાહક મોકલીને પર્દાફાશ કર્યો છે.
નવસારી શેહેરમાં આવેલ અપ્સરા હોટેલમાં દલાલો મારફતે રૂપજીવિનીઓને બોલાવવામાં આવતી હતી. રૂપિયા આપવાની લાલચે દેહવેપારમાં રાજ્યની બહારથી મજબુર મહિલા કે યુવતીઓને બોલાવીને હોટલમાં ગ્રાહકો બોલાવીને કાંડ કરવામાં આવતો હતો.જેની જાણકારી એસઓજી પોલીસને થતા પોલીસે વોચ ગોઠવીને સમગ્ર સેક્સ રેકેટ ઉઘાડું પાડ્યું હતું.29મી જુલાઈ નારોજ,પોલીસે હોટેલમાં કામ કરતા ત્રણ લોકો અને એક દલાલ સાથે બે રૂપલલના ઓને ઝડપી પાડ્યાં છે.પશ્ચિમ બંગાળથી લલનાઓ આવીને હોટલમાં દેહવેપારનો મોટો વેપલો કરતા હતા.જોકે મુખ્યસુત્રધાર હોટલનો માલિક ફરાર છે.દલાલ, લલના અને હોટેલ માલિક મળીને ત્રિપુટીઓ મળીને હવસખોર ગ્રાહકોને આમંત્રણ આપતા હતા.હજી પણ ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો અનેક હોટેલમાં આવું રેકેટ પકડાય તો નવાઈ નહીં.હ્યુમન ટ્રાફિકિંગ ગૃહવિભાગ માટે પ્રાણપ્રશ્ન બની રહ્યો છે.મહિલાઓ અને બાળકો પર થતા અત્યાચાર દિવસે ને દિવસે આપણા દેશમાં વધી રહ્યા છે.ગરીબાઈને લઈને દેહવેપાર કરવાની લોભામણી જાહેરાતો કરીને દલાલો યુવતી અને મહિલાઓને નર્કાગારમાં ધકેલી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application