Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓલપાડ ખાતે હળપતિ સમાજના છઠ્ઠા સમૂહ લગ્નોત્સવમાં ૫૮ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા

  • May 06, 2023 

સુરત જિલ્લાના ઓલપાડ ખાતે શ્રી સમર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત હળપતિ સમાજના છઠ્ઠા સમૂહ લગ્નોત્સવમાં ૫૮ નવદંપતિઓએ પ્રભૂતામાં પગલા પાડ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, સાંસદશ્રી સી.આર.પાટીલ સહિત મહાનુભાવોએ વિશેષ ઉપસ્થિત રહી નવદંપતિઓને આશીર્વચન પાઠવ્યા હતા.

                 

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ સમૂહલગ્નમાં જોડાઈને દાંમ્પત્યજીવનની કેડી કંડારી રહેલા નવદંપતિઓને શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે,  સમૂહલગ્નોના પરિણામે ગરીબ પરિવારના સંતાનોના લગ્નની આર્થિક ચિંતા દૂર થાય છે. છેવાડાના માનવીને મુખ્યધારામાં જોડવા સરકારના સફળ પ્રયાસો સમી અનેકવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવાનો અનુરોધ તેમણે કર્યો હતો.

                

આ અવસરે મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઓલપાડ વિસ્તારમાં અંદાજે ૭૦ હજારથી વધુ હળપતિ સમાજની વસ્તી છે. પોતાનું આખું જીવન અન્યોની સેવામાં સમર્પિત કરી દેતા એવા નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા હળપતિ સમાજના લોકો પોતાના દીકરા-દીકરીઓના લગ્ન માટે ઉછીના નાણાં લેવા મજબૂર બને છે, જેને પરત કરવામાં ખૂબ મુશ્કેલીઓ વેઠતા હોય છે, ત્યારે આવા વિપરીત સંજોગોમાં આર્થિક રીતે નબળા વર્ગ માટે સમૂહલગ્નો આશીર્વાદ સમાન હોવાનું જણાવી સમર્થ કલ્યાણ ટ્રસ્ટના નેજા હેઠળ ૪૨૫ હળપતિ દંપતિઓના લગ્નના સેવારૂપી કાર્યને મંત્રીશ્રીએ બિરદાવ્યું હતું.

            

મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, આ સમાજમાંથી વ્યસનમુકિત માટે ૧૪૦૦ હળપતિ યુવાનોની ટીમ તૈયાર કરવામાં આવી છે. મંત્રીશ્રીએ સ્વયં ૩૫૦ બાળકોને દત્તક લઈને અભ્યાસની જવાબદારી વહન કરી રહ્યા હોવાનું જણાવી નવદંપતિઓનું લગ્નજીવન સુખમય બને તેવી શુભકામનાઓ પાઠવી હતી.

               

આ પ્રસંગે સાંસદશ્રી સી.આર.પાટીલે સમૂહલગ્નના આયોજન થકી હળપતિ સમાજની ગરીબ દીકરીઓના લગ્નનું અનેરૂ સેવાકીય કાર્ય કરવા બદલ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સમાજના ગરીબ વર્ગોને મદદરૂપ થવા સૌને એકજૂથ થઈ સમૂહલગ્નોને પ્રોત્સાહન આપવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application