બારડોલી તાલુકામાં રવિવારે કોરોના પોઝીટીવના વધુ 58 સામે આવ્યા છે. જેને લઇ આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. આરોગ્ય તંત્ર દ્વારા કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલ લોકોને હોમઆઈશોલેશન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર તા.ચોથી એપ્રિલ નારોજ માત્ર બારડોલી નગરમાં કોરોના પોઝીટીવના 18 કેસ મળી તાલુકામાં કુલ 58 દર્દીઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.
આ સાથે બારડોલી તાલુકામાં કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 2517 કેસો નોંધાઈ ચુક્યા છે, જે પૈકી 2305 દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે, હાલ 171 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500